મહીસાગર: જેસીબી અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત, ઘટના સ્થળે જ બે યુવકોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહીસાગર: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધરો થઈ રહ્યો છે. બીજી તરફ અકસ્માતથી મોતની ઘટનામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન મહીસાગર જિલ્લામાં ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ જબુડી ગામ પાસે જેસીબી અને બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર બંને ઇસમોના ઘટના સ્થળે જ મોત થયા છે.

મહીસાગર જિલ્લામાં અકસ્માતની ઘટનામાં દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ખરોડ જબુડી ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત થયો છે. જેસીબી અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે ઇસમોને છાતી પર ગંભીર ઇજા પહોંચતા ધટના સ્થળેજ મોત નિપજ્યા છે. અકસ્માતને લઈ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.

અકસ્માતની જાણ થતાં જ લોકો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ અકસ્માતની જાણ પોલીસને કરતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આ ઘટનાને લઈ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતું અકસ્માતની ઘટનામાં સતત વધારાની સાથે અકસ્માતમાં મૃત્યુના બનાવોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ : વિરેન જોશી, મહીસાગર)

    follow whatsapp

    ADVERTISEMENT