બોલો… મહીસાગરમાં લોકોએ કર્યું શિક્ષક માટે આંદોલનઃ શાળામાં ના મોકલ્યા બાળકોને

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી.મહીસાગરઃ આંદોલન તો બહુ જોયા હશે પણ શિક્ષકને પરત લાવવાનું આંદોલન અચરજ થાય તેવું છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડિટવાસની ભૂરિના મુવાડા પ્રાથમિક શાળાનો આ મામલો છે જ્યાં ગ્રામજનો દ્વારા શાળાના શિક્ષક મહેશ પટેલની બદલી રોકાવા માટે ગઈકાલે આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી આજે શાળામાં બાળકો ના મોકલી આંદોલન છેડ્યું છે અને શાળામાં એ જ શિક્ષકની માંગની સાથે ગ્રામજનો આંદોલનના માર્ગે અપનાવ્યો છે. જેને લીધે 1 થી 5 ધોરણની શાળામાં 110 વિદ્યાર્થીઓની સંખ્યામાંથી માત્ર શાળામાં આજે 12 જેટલા જ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને મોટાભાગના વાલીઓએ બાળકો ના મોકલી શિક્ષક પરત લાવવા આંદોલન શરૂ કર્યું છે.

કેમ કરી રહ્યા છે આંદોલન
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાની ડિટવાસમાં આવેલ ભૂરિના મુવાડી ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા18વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા ભેમોનીવાવ ગામના વતની અને શિક્ષક એવા પટેલ મહેશ શંકર તાજેતરમાં રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોની આંતરિક બદલી કેમ્પમાં અરજી કરી તાલુકાની ખાનપુર ગામની શાળામાં જવા પસંદગી કરી હતી. જેથી પટેલ મહેશને પોતાની ઈચ્છા અને પસંદગી મુજબની ખાનપુર શાળામાં બદલી અંગેનો ઓર્ડર મળતા ભૂરીના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને પસંદ પડ્યું નથી. તેમજ 18 વર્ષની નોકરી દરમ્યાન અસંખ્ય ગ્રામજનો તેઓના હાથહેઠળ ભણ્યા છે ગ્રામજનોને પટેલ મહેશની શિક્ષણ આપવાની કળા પસંદ આવી ગઇ હતી. શિક્ષક મહેશે ગ્રામજનોને ઉત્તમ શિક્ષણ આપ્યું હતું. જેથી ગામની શાળાના દરેક વિદ્યાર્થીઓને તે ખૂબ પ્રિય બની ગયા છે. જેથી મહેશ પટેલને ગામની શાળામાં જ રાખવા ગ્રામજનોએ તાલુકા કક્ષાએ સહીઓ કરી રજૂઆત કરી આંદોલન શરૂ કર્યું છે. આ તરફ શિક્ષકને પસંદગીની બદલી મળવા છતા હવે ગામ તેમને પાછું લાવવા માગે છે.

ગાંધીનગર સેશન્સ કોર્ટે પૂર્વ IAS એસ કે લાંગાના પાંચ દિવસના રિમાંડ મંજૂર કર્યા

ક્યાં ક્યાં કરી રજૂઆત
મહિસાગર કડાણા તાલુકાની ડિટવાસના ભૂરીના મુવાડા પ્રાથમિક શાળા માં એક તરફ પ્રાથમિક શિક્ષકો આંતરિક બદલી કરવા ઓનલાઈન અરજી કરી શાળાઓ બદલી રહ્યા છે. બદલી કરી અન્ય શાળામાં ગયેલા શિક્ષકને પરત ગામની શાળામાં લાવવા બદલી અટકાવવા અરજીઓ કરી રહ્યા છે. ભૂરીના મુવાડા ગામ પ્રાથમિક શાળામાં 18 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકે બદલી કેમ્પમાં અરજી કરી ખાનપુર ગામમાં જતા રહેતા ગ્રામજનોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમક્ષ શિક્ષકની બદલી અટકાવી પુનઃ ભૂરીના મુવાડી ગામમાં પાછા મુકવા ગ્રામજનો તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી હસ્તાક્ષર સાથેની લેખિતમાં રજૂઆતો કરી છે. તેમજ જો આગામી દિવસોમાં મહેશ પટેલ શિક્ષક અમારી સ્કૂલ પર નહીં આવે તો સ્કૂલની તાળાબંધી કરીશું તેવું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે.

ADVERTISEMENT

શું કીધું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ
મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી ડો અવનીબા મોરીએ જણાવ્યું હતું કે ડિટવાસ ગામના ભૂરીના મુવાડા ગામના વાલીઓ અમારી ઓફીસ ખાતે આવી શિક્ષક મહેશ પટેલની બદલી રોકવા આવેદનપત્ર આપ્યું છે. આ બાબતે શિક્ષક સાથે ચર્ચા થતા તેમણે પણ વિદ્યાર્થીઓનો પ્રેમ જોઈ પોતે પરત ભૂરીના મુવાડા પ્રાથમિક શાળામાં પાછા જવાની ઇચ્છા દર્શાવી છે. આ બાબતની રજૂઆત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં તેમજ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરને જાણ કરી યોગ્ય ઘટતું કરી કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવશે અને અમને આનંદ છે કે સરકારી શિક્ષણથી વિદ્યાર્થીઓ ખુબ જ ખુશ છે. વિદ્યાર્થીઓના વાલીઓ પણ જાગૃત છે. વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓનો માગણી અને લાગણીને ધ્યાને રાખી યોગ્ય કાર્યવાહી થાય અને શિક્ષકની પરત સ્કૂલમાં બદલી થાય તેવા પ્રયાસ કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT