Mahisagar: લુણાવાડા નગરપાલિકાનો વિકાસ ગયો ખાડામાં, સ્ટોર્મ વોટર ડ્રેનેજ બની જોખમી
વિરેન જોશી, મહીસાગર: ગુજરાતમાં રોડ અને પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર અનેક વખત સામે આવ્યો છે. ત્યારે લુણાવાડામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગર: ગુજરાતમાં રોડ અને પુલ બનાવવામાં ભ્રષ્ટાચાર અનેક વખત સામે આવ્યો છે. ત્યારે લુણાવાડામાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકા દ્વારા લુણાવાડા મુકામે ગોધરા હાઇવે ઉપર માર્કેટિંગયાર્ડ ના દરવાજા થી પાનમ સ્મશાન સુધી સોળ લાખથી વધુ રકમ ખર્ચ કરી પાંચસો મીટર લંબાઈની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવામાં આવી છે. જેમાં ખરાબ કામનો ભોગ આજે એક ટ્રક બની હતી અને ટ્રક ડ્રેનેજ પરથી પસાર થતા સ્લેબ તુટી જતા ટ્રક ઊંડી ગટરમાં ઉતરી હતી.
લુણાવાડામાં ગટરનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા એકદમ હલકી કક્ષાનું મજબૂતાઈ વગરનું કરવામાં આવ્યું છે. ત્યારે આ ખરાબ કામનો ભોગ આજે એક ટ્રક બની હતી. ટ્રક ડ્રેનેજ પરનો સ્લેબ પરથી પસાર થતા સ્લેબ તુટી જતા ટ્રક ઊંડી ગટરમાં ઉતરી ગઈ હતી.
તંત્ર જાનહાનીની રાહે?
લુણાવાડા ગોધરા હાઇવે રોડની બાજુમાં બનેલ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ મજબૂતાઇ વાળી બનવવાની ખુબજ જરૂરી હતી કારણકે આ ડ્રેનેજ લુણાવાડા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે રોડની બાજુમાં બની છે ત્યારે આ રોડ પરથી મોટી સંખ્યામાં ભારે વાહન તેમજ અન્ય વાહનો પસાર થતા હોય છે આ હલકી ગુણવત્તા વાળી ડ્રેનેજ પરથી પસાર થતા વાહન ડ્રેનેજ પરનો સ્લેબ તૂટી જતા ઉડી ગટરમાં ઉતરી ગઈ હતી જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ તંત્ર જાણે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
મોટી આફતના એંધાણ
લુણાવાડામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં નગરપાલિકા મુખ્ય અધિકારી અને નગરપાલિકાના નવા નિમાયેલા વહીવટદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરી હલકી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. નહીં તો કોઈક દિવસ આવી હલકો ગુણવત્તા વાળા કામને કારણે મોટી આફત આવી શકે છે.
આ પણ વાંચો: ગોધરામાં અસામાજિક તત્વોનો આતંક, બગીચામાં બુદ્ધ ભગવાનની મૂર્તિના હાથ-પગ તોડી ખંડિત કરી
ADVERTISEMENT
કામગીરી પર ઉઠયા સવાલો
ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તાર તેમજ નગરપાલિકા વિસ્તારનો સારો અને ઝડપી વિકાસ થાય તે માટે વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સરકારની ગ્રાન્ટના કામમાં બ્રસ્ટાચાર આચરી હલકી ગુણવત્તા વાળું કામ કરી સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ થાય છે. નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામ થાય છે પણ ગુણવત્તા જળવાતી નથી અને જેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT