મહિસાગરમાં દલિત યુવકે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવીઃ છ પાનાની લખી અંતિમ ચીઠ્ઠી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહિસાગરઃ મહિસાગરમાં દલિત યુવકે વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઘટના ભારે ચકચારી બની રહી છે. સ્યુસાઈડ નોટમાં મહિસાગર જિલ્લા ભાજપના કોઈ મોટા નેતાના પીએનો પણ ઉલ્લેખ ત્યારે કોણ છે આ મોટા નેતાનો પીએ કે જે વ્યાજખોરને સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યો છે તેવો ઉલ્લેખ કરાયો છે ત્યારે ખરેખર શું છે સત્ય તે પોલીસ તપાસમાં બહાર આવી શકે છે તેને લઈને લોકોના મનમાં શંકાઓ ઊભી થઈ રહી છે.

મહિસાગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસના કારણે એક દલિત યુવકે છ પાનાની સ્યુસાઈડ નોટ લખીને તેમજ ચૂકવેલા લાખો રૂપિયાના પુરાવા પોતાની સાથે રાખીને કિટનાશક દવા પી જઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના લુણાવાડા તાલુકાના જુના ગોરાડાના વતની કેતન રામભાઈ વણકર આજરોજ સાંજના સમયે વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈને કિટનાશક દવા પી જઇને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે દવાની અસર થતા તેમને ગંભીર હાલતમાં 108 મારફતે દર્દીને લુણાવાડા જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ દર્દીને ગોધરા રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં દર્દીની સારવાર ચાલી રહી છે. લુણાવાડા જનરલ હોસ્પિટલ દ્વારા પોલિસને આ સમગ્ર બાબતની જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

15મી ઓગસ્ટ પછી રાષ્ટ્ર ધ્વજનું માન ભુલતા લોકોઃ જૂનાગઢમાં ‘તિરંગો વાવો, તુલસીનો છોડ મેળવો’નો સરાહનીય અભિગમ

આત્મહત્યા કરવા માટે કેમ મજબુર થવું પડ્યું? સ્યુસાઈડ નોટમાં શું છે ઉલ્લેખ?

દલિત યુવક કેતન રામભાઈ વણકર કે જે પહેલા નાની મોટી નોકરી કરતો હતો અને ત્યાર બાદ ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કેતનના પરિવારમાં તેના વૃદ્ધ પિતા તેમજ તેની પત્ની તેમજ બે દીકરી અને એક દિકરો છે. કેતને લખેલી સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, પોતાના જ ગામના જુના ગોરાડાના પટેલ શૈલેષ મણિલાલ તેની પત્ની નિમિષા તેના ઘરે જઈને ખોટી લાલચ આપી 10 લાખ રૂપિયાનું રોકાણ કરવા જણાવ્યું અને એક વખત 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યા બાદ દર મહિને બે લાખ રૂપિયા મળશે તેમ જાણવ્યું હતું. 10 મહિનામાં 10 લાખના 20 લાખ રૂપિયા થઈ જશે તેવું કહ્યું હતું. આપણે લુણાવાડામાં ઘર બનાવીશું તેવી ખોટી લાલચ આપી હતી. જોકે દલિત યુવક પાસે 10 લાખ રૂપિયા હતા નહીં જેથી તેણે ના પાડી હતી પરંતુ શૈલેષ મણિલાલ, તેની પત્ની નિમિષા અને સુરેશ અંબાલાલ પટેલ દ્વારા વ્યાજે રૂપિયાની વ્યવસ્થા કરી હતી અને ત્યારબાદ વારંવાર રૂપિયા ખાતામાં નખવતા હતા. જેથી વ્યાજના વિષ ચક્રમાં દલિત યુવક ફસાઈ ગયો હતો અને દલિત યુવક કંઇપણ કહે તો આ લોકો ધમકી આપતા હતા. મહિસાગર જિલ્લાના મોટા નેતાના પીએ સાથે અમારે સારા સબંધ છે તું અમારું કાઈ બગાડી શકીશ નહીં. દલિત યુવકની છ પાનની સ્યુસાઈડ નોટમાં સનસનીખેજ આરોપ લગાવવામાં આવ્યા છે અને જેમાં શૈલેષ મણિલાલ તેની પત્ની નિમિષા, સુરેશ અંબાલાલ પટેલ, ગોપાલ તેમજ પ્રભાત સિંહ સોલંકીના નામનો ઉલ્લેખ છે ત્યારે પોલીસ દ્વારા દલિત યુવક તેમજ તેના પરિવારને મળીને તપાસ શરૂ કરવામાં આવી છે. દલિત યુવકે વ્યાજખોરના ત્રાસથી છેવટે હારી થાકીને પોતે પોતના ત્રણ સંતાન અને પત્ની અને પરિવારનો વિચાર કર્યા વગર આત્મહત્યા કરવા કેમ મજબુર થવું પડ્યું ? વ્યાજખોરનો માનસિક ત્રાસથી દલિત યુવક ત્રસ્ત થઈ ગયો હશે કે શું ? આ વ્યાજખોરના ચુગલમાં બીજા કોઈ ફસાયા હશે કે કેમ ? તે પણ એક સવાલ છે ત્યારે જોવું રહ્યું કે પોલીસ તપાસમાં શું હકીકત બહાર આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT