મહિસાગરઃ વિધાનસભા ચૂંટણી આવતા જ પોલિસ બની સતર્ક, ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ
મહિસાગરઃ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર મહીસાગર જીલ્લા પોલિસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સીઆઈએસએફ પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર આવતા વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વિધાનસભા…
ADVERTISEMENT
મહિસાગરઃ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર મહીસાગર જીલ્લા પોલિસ અધિકારીઓની ઉપસ્થિતિમાં સીઆઈએસએફ પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર આવતા વાહનોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વિધાનસભા ચૂંટણીને લઈને રાજસ્થાન ગુજરાતની મહીસાગર જિલ્લામાં આવતી આંતરરાજ્ય ચાર ચેકપોસ્ટ પર મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે સઘન ચેકિંગ થઈ રહ્યું છે.
કઈ કઈ ચેકપોસ્ટ પર તપાસ?
આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે મહીસાગર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને આંતરરાજ્ય ચાર ચેકપોસ્ટ પર આવતા દરેક વાહનોનું સીઆઈએસએફ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. ચૂંટણી વિભાગ દ્વારા જાહેરાત થઇ ચૂકી છે. ત્યારે આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ કરાવવા માટે મહીસાગર પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. ગુજરાત રાજસ્થાનની સરહદે મહીસાગર જિલ્લામાં આવેલી આંતરરાજ્ય ચાર ચેકપોસ્ટ કાળાખેતરા, લંભુ, સરસવા અને ભમરી ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક બની છે. સીઆઈએસએફ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાજસ્થાન તરફથી આવતા તમામ નાના-મોટા વાહનોનું કડક હાથે ચેકીંગ હાથ ધરાયું છે. તમામ વાહનોમાં કોઇ કેફી દ્રવ્ય કે અન્ય કોઈ પ્રતિબંધિત ચીજ વસ્તુઓ ગુજરાતમાં ઘુસે નહીં તે માટે વાહનોને ઊભા રખાવી વાહનોની તપાસ કરવામાં આવે છે. આમ રાજસ્થાન ગુજરાત સરહદે, પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે.
(વીરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT
ADVERTISEMENT