મહીસાગર જિલ્લામાં આવેલો અલદરી માતાનો ધોધ થયો શરૂ પર્યટકોમાં ખુશી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિરેન જોશી.મહીસાગરઃ મહીસાગર જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જેમાં ખાસ કરીને સમગ્ર ગુજરાત વાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવો અલદરી માતાનો ધોધ જીવંત થતા અલ્હાદક નજારો જોવા મળી રહ્યો છે.

વડોદરામાં માતાએ જ દીકરીઓની જીંદગી હણી લીધીઃ પોતે કર્યો આપઘાતનો પ્રયાસ, આર્થિક સમસ્યાઓનો કરુણ અંજામ

ઝરણું વહેતા અલગ જ ધ્વની
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવ કુવા નજીક જંગલ વિસ્તારમાં આવેલા અલદરી માતાનો ધોધ શરૂ થતાં ધોધ જોવા માટે આવતા પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. વર્ષાઋતુમાં શરૂ થતાં આ ધોધને જોવા ગુજરાત સહિત પાડોશી રાજ્ય રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના પર્યટકો આ ધોધનો જોવાં આવતા હોય છે અને આનંદ માણતા હોય છે. ખાનપુરના જંગલ વિસ્તારમાં આવેલો અલદરીનો ધોધ સોળેકળાએ ખિલી ઉઠ્યો છે અને જંગલના શાંત વિસ્તારમાં ધોધ પડતા ખડ ખડ કરતું ઝરણું વહેતા વાતવરણમાં એક અલગ ધ્વની ઉભો થાય છે અને જેનો આનંદ અનેરો હોય છે. સાથે સાથે અલદરીમાતાના ધોધ તરીકે સ્થાનિક લોકોમાં અનેરી આસ્થા પણ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT