મહિલા તલાટીએ લાંચ પેટે 1 લાખનું આંગડીયુ કરવા જણાવ્યું, પછી એન્ટી કરપ્શન બ્યુરો પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં લાંચ લેતા અધિકારીઓ માટે સરકાર દ્વારા એન્ટી કરપ્શન બ્યુરોની રચના કરવામાં આવી છે. જો કે આ દરમિયાન એસીબીને ઘણા ચિત્ર વિચિત્ર કેસ અને કિસ્સાઓનો સામનો કરવો પડતો હોય છે. આવો જ એક વિચિત્ર કિસ્સાનો સામનો એસીબીએ કરવો પડ્યો જેમાં એક તલાટી મંત્રીએ લાંચ તો માંગી પણ લાંચની રકમ આંગડીયુ કરવા માટે જણાવ્યું હતું. હાલ તો નીતા પટેલ નામની નરખડી ગ્રામ પંચાયત, જી. નર્મદાની તલાટીની ધરપકડ કરી છે. જ્યારે તેનો સાથ આપનાર મહેશ આહજોલિયા નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આરોપી તલાટી દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.

ખેતીની જમીનમાં વિજળી માટે નંબર પાડવાની કરી હતી અરજી
ફરીયાદીની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. આ જમીનમાં તેમણે પતરાનો એક શેડ બનાવ્યો છે. અહીં તેમને વિજળીની લાઇન જોઇતી હોવાના કારણે નરખડી ગ્રામ પંચાયત પાસે નંબરની ફાળવણી કરવા માટેની અરજી કરી હતી. ઘર નોંધીને તલાટી જો નંબર ફાળવી આપે તો તેને વિજ કંપની દ્વારા કનેક્શન આપવા માટેનું કાર્ય શરૂ થાય. તે માટે માંગ પણ કરવામાં આવી હતી.

લાંચ માંગવાની પણ વિચિત્ર તરકીબ, 1 લાખનુ આંગડીયુ કરાવ્યું
આ કાર્યવાહી કરવાની અવેજ પેટે આરોપી નીતા પટેલે આ નંબર માંગનાર વ્યક્તિ પાસેથી 1 લાખ રૂપિયાની માંગ કરી હતી. આ લાંચની રકમ આંગડીયા મારફતે ગાંધીનગર આરોપી મહેશને આપવા માટે જણાવ્યું હતું. આ લાંચની રકમ ફરિયાદીને આપવા માંગતો નહોતો. જેથી એસીબીનો સંપર્ક કરીને છટકું ગોઠવ્યું હતું. જેના આધારે હાલ આંગડીયુ સ્વિકારનાર વ્યક્તિ મહેશ અને લાચ માંગનાર મહિલા તલાટી નીતા પટેલ બંન્નેની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT