મહેમદાવાદઃ યુવતીએ કરેલી છેડતીની ફરિયાદ પર કડક કાર્યવાહી થઈ હોત તો આજે જીવતી હોત?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ મહેમદાવાદની પરિણીતાએ યુવાનના ત્રાસથી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો છે. પરિણીતાએ સ્યુસાઈડ નોટ પણ લખી છે. જેમા લખ્યુ છે કે, ‘આ તોસીફ પઠાણે મારી જીંદગી બરબાદ કરી છે, કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરે છે અને પૈસાની વાત ન સ્વીકારુ તો મારા પતિને પતાવી દેવાની ધમકી આપી’ ‘આ તોસીફ પઠાણનો કેસ બંધ ના કરશો તેને સજા અપાવશો, મારૂ આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ છે’ પાંચ મહિના પહેલા આ તૌસીફ નામના યુવકે મહિલાની છેડતી કરી હતી અને એ બાદ પણ સતત વૉટ્સએપ કોલ તથા મેસેજ કરી હેરાન કરતો હતો. છેડતી કર્યા બાદ મૃતક મહિલાએ પોલીસ સ્ટેશનમાં આ જ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. અહીં શક્ય છે કે આપને મનમાં મુજવણ થાય કે જો કડક હાથે છેડતી અંગે કાર્યવાહી થઈ હોત તો આજે કદાચ આ મહિલા જીવતી હોત, તેના આપઘાત માટે જવાબદાર માત્ર તૌફિક જ છે કે પછી આપણું તંત્ર પણ ખરું? જોકે આવા તમામ સવાલો સાથે આવો આપણે જાણીએ શું ઘટના હતી

પરિવારને કહ્યું- મારે મરવાનો વારો આવશે

અસામાજીક તત્વોને જાણે પોલીસનો ડર ના હોય એમ એવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે જેને લઈ એક હસ્તો રમતો પરિવાર ઉજડી જાય છે. આવી ઘટના ખેડા જિલ્લાના મહેમદાવાદથી સામે આવી છે, જ્યાં મૂળ અમદાવાદ અને લગ્નબાદ મહેમદાવાદ રહેતી આશરે 35 થઈ 38 વર્ષિય પરણીત મહીલા પારૂલ ઉર્ફે કાજલને છેલ્લા ઘણા સમયથી એક તૌસીફ નામનો યુવકથી પરેશાન કરતો હતો. મહેમદાવાદના વાવ ફળિયા ખાતે રહેતો તોસીફખાન શરીફખાન પઠાણ આ પરિણીતાને અવાર નવાર પરેશાન કરતો હતો. આજથી પાંચ મહિના પહેલા પારૂલબેન ઘરે એકલા હતા તે દરમિયાન એકલતાનો લાભ લઈ તોસીફ પઠાણે પારૂલબેનની છેડતી કરી હતી. તે સમયે આ મામલો મહેમદાવાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. પીડીતાએ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરી પરંતુ ફરિયાદ નોંધાવ્યા અને કાર્યવાહી બાદ પણ પોલીસનો ડર ન હોય તેમ તોસીફખાન પઠાણે પરિણીતાને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અવારનવાર મેસેજ તેમજ અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન કરી હેરાન કરતો હતો. આ બધાથી કંટાળી પારૂલબેન અને તેમના પતિ પ્રકાશભાઈ પ્રજાપતિ બંન્ને આ યુવાનના અસહ્ય ત્રાસથી કંટાળી ગયા હતા. જેને લઈને ગત 6 ઓગસ્ટના રોજ પારૂલબેન પોતાના પતિ અને બે દીકરીઓ સાથે પોતાના ભાઈના ઘરે જઈને ત્યાં રહેતા તેમના માતાપિતાને આ વાતથી વાકેફ કર્યા હતા. પરિણીતાએ પોતાના માતા પિતાને કહ્યું કે, હજુ પણ તોસિફખાન પઠાણ મને હેરાન કરે છે અને મારો પીછો છોડતો નથી અને હજુ પણ મને વોટ્સએપ મેસેજ તથા ફોન કરી ત્રાસ આપે છે. તેનાથી હું કંટાળી ગઈ છું. જેથી મારે મરવાનો વારો આવશે તેમ જણાવ્યું હતું. આ સમયે પરેશભાઈએ પોતાના બેન અને બનેવીને સમજાવી સાત્વના આપી હતી. જે બાદ પારૂલબેન ઉર્ફે કાજલ અને તેમના પતિ તે દિવસે પોતાના ઘરે નીકળી ગયા હતા.

અમદાવાદમાં ઓપન ફાયરિંગઃ લોકોનું ટોળું ગોળીબાર કરનાર શખ્સને પકડવા દોડ્યુંઃ Video

આ વિધર્મી યુવક એટલો બેશરમ હતો કે તેણે પરિણીતાને જણાવ્યું હતું કે, જો તું મારી સાથે નહીં બોલે તો હું તારા ઘરવાળાને પતાવી દઈશ, તને બદનામ કરી નાખીશ. જેને લઈ પરિણીતા સતત તણાવમાં રહેતી હતી. અને યુવાનના ત્રાસથી કંટાળી ગઈ હતી. પરિણીતાને બે નાની કુમળી દીકરીઓ હોવાથી તેમના પર કોઈ ખરાબ અસર ન પહોંચે તે માટે અને આબરુ જવાની બીકે મહિલા અંદરથી ઘૂંટાતી હતી. આખરે વિધર્મી યુવકના ત્રાસથી પરિણીતા હારી ગઈ અને ગતરોજ સાંજના સુમારે મહેમદાવાદ પોતાના ઘરે પરિણીતા પંખાના ભાગે ગાળિયો બનાવી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું.

ADVERTISEMENT

સ્કૂલેથી છૂટી દીકરીએ દરવાજો ખોલ્યો તો માતાની લાશ લટકતી હતી

સ્કૂલેથી છુટીને આવેલી મોટી દીકરીએ જ્યારે દરવાજો ખોલ્યો તો પોતાની માતા આ રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ ગભરાઈ ગઈ હતી. એક નાનકડી દીકરી માટે આ દ્રશ્ય કેટલુ ખૌફનાક હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. બાળકીએ પોતાની જ માતાને ફાંસો ખાઈ લીધેલી હાલતમાં જોઈ અને તે ઘણી ગભરાઈ ગઈ હતી. તેણે પિતા તેમજ અન્ય લોકોને જાણ કરતા પરિવારજનો તુરંત પરિણીતાને લઈને સરકારી દવાખાનામાં દોડ્યા હતા. જ્યાં ડોક્ટરે પરિણીતાને મૃત જાહેર કર્યા હતા.

પરિણીતાની અંતિમ ચીઠ્ઠીમાં શું લખ્યું છે?

ત્યારબાદ પરિણીતાના પતિના હાથમા પત્નીએ લખેલી સ્યુસાઈડ નોટ હાથે લાગી. આ સ્યુસાઈડ નોટ ઘરમાં સ્કૂલની ચોપડીઓ પાસે ડાયરીમાં લખેલી હતી. જેમાં પરિણીતાએ લખ્યું હતું કે ‘તોસીફ પઠાણના લીધે મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે અને કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરી, પૈસા નહીં આપે તો, તારા પતિ પ્રકાશને પતાવી દઈશ અને તૌસીફ પઠાણના કેસ બંધ ના કરશો તેણે સજા અપાવશો, મારું આત્મહત્યા કરવાનું કારણ તોસિફ પઠાણ છે અને મારું આ પગલું ભરવા માટે તોસિફ પઠાણ જવાબદાર છે’. આટલુ લખી છેલ્લે નીચે પરિણીતાએ અંગ્રેજીમાં પોતાની સહી પણ કરી હતી. જેને લઈ આ સમગ્ર મામલે પરિણીતાના ભાઈ પરેશભાઈ પ્રજાપતિએ વિધર્મી યુવાન તોસીફખાન શરીફખાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 306 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં એક વિધર્મી યુવકની હેરાનગતીને કારણે એક હસ્તો રમતો પરિવાર વિખાઈ ગયો છે. બે દીકરીના માથે થઈ માતાનો છાયો જતો રહ્યો છે. ત્યારે આવા તત્વો સામે નક્કર પગલા ભરવામાં આવે તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT