આત્મહત્યા કરનાર મહંત રાજભારતી બાપુ હતા મુસ્લિમ, અનેક મહિલાઓને બનાવી હતી શિકાર?
ભાર્ગવી જોશી/જૂનાગઢ: શહેરના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ આત્મહત્યા કરી છે. પોતાની જ…
ADVERTISEMENT
ભાર્ગવી જોશી/જૂનાગઢ: શહેરના ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલીયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુએ આત્મહત્યા કરી છે. પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારી મોતને વ્હાલું કર્યું છે. મહિલા સાથેની મહંતની ઓડીયો ક્લીપ વાયરલ થઈ હતી. જેને પગલે બદનામી થવાની બીકે મહંત આઘાતમાં હતા. ત્યારે તેમણે આત્મહત્યાનો રસ્તો અપનાવતા ચકચાર મચ્યો છે.
મહંત જ્યોતિર્નાથે લગાવ્યા ગંભીર અને ચોંકાવનારા આક્ષેપ
જો કે હવે આ કાંડમાં અન્ય એક મહંત જ્યોતિર્નાથે ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં તેમણે જણાવ્યું કે, રાજભારતી બાપુ પોતે મુસ્લિમ હોવાનો દાવો કર્યો. તેનું સાચુ નામ હુજેફા હતું ત્યાર બાદ તેઓ હિંદુ ધર્મ અપનાવીને સાધુ બન્યા બાદ લોકોને ગુમરાહ કરતા હતા. હિન્દુ ધર્મની લાગણીઓને નુકસાન પહોંચાડ્યું છે.
રાજભારતી બાપુએ શોષણ સિવાય કોઇ સમાજલક્ષી કામ કર્યું નથી
જ્યોતિર્નાથે આક્ષેપ લગાવ્યો કે, રાજભારતી બાપુએ કોઇ સમાજલક્ષી કામ કર્યું નથી. રામબાપુએ જે શાળાઓ અને બે હોસ્ટેલ બનાવી હતી તે પણ વેચી નાખી હતી. રાજબાપુએ પોતાના સ્વાર્થ માટે વર્ષોથી ચાલતી આવતી સંતપરંપરાને નુકસાન પહોંચાડ્યું છે. તેઓના અનેક મહિલાઓ સાથે આડા સંબંધો હતા અને અનેક મહિલાઓના જીવન બરબાદ કરી ચુક્યા હોવાના ગંભીર આક્ષેપો જ્યોતિર્નાથ બાપુએ કરતા હવે આ સમગ્ર મામલો વિવાદિત બન્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT