મધુ શ્રીવાસ્તવ મીડિયા સાથે ‘મજાક’ કરતા રહ્યા અને ભાજપે જ કરી નાખી તેમની ‘મજાક’

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરાઃ ભાજપમાંથી ઉમેદવારી મળશે જ તેવા જોરદાર વિશ્વાસમાં ભાજપના વાઘોડિયા બેઠકના સીટિંગ ધારાસભ્ય મધુ શ્રવાસ્તવ હતા. હજુ તો ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય તે પહેલા જ તેમનું મીડિયા સાથે મજાક કરતું નિવેદન આવ્યું હતું. પોતાની પત્ની માટે ટિકિટ માગીને તેમણે કહ્યું હતું કે પત્નીને ખોટું ન લાગે એટલે કહ્યું હતું. જોકે તેના બીજા જ દિવસે ભાજપનું લિસ્ટ જાહેર થયું ત્યારે જાણે તેમની જ સાથે મજાક થઈ ગઈ તેવું થયું હતું. કારણ કે જ્યારે ટીવીમાં જાહેર થયું ત્યારે જ તેમને ખબર પડી કે આપણે તો રહી ગયા છીએ. કાર્યકરો અને સમર્થકો નારાજ થયા, અને આખરે હવે પોતે કેટલા સક્ષમ છે તે બતાવવા તેઓ અપક્ષ ઉમેદવારી કરશે તેવું તેમણે કહ્યું હતું. તેમના આ સમયના નિવેદનોના આવો જોઈએ વીડિયો.

પત્નીને સારું લગાડવા એવું બોલ્યો હતોઃ મધુ શ્રીવાસ્તવ
વાઘોડિયા બેઠક પરથી સતત ધારાસભ્ય પદ પર ચૂંટણીમાં જીતતા આવેલા દબંગ ધારાસભ્યની છબી ધરાવતા મધુ શ્રીવાસત્વને હતું કે પોતે ચૂંટણી લડવાના છે. તેમણે થોડા જ સમય પહેલા જ કહ્યું કે લડવાનો હું જ છું, મારે કોઈને પુછવાની જરૂર નથી. લડવાની ઈચ્છા આમ તો ઓછી છે, પત્નીને લડાવીશ. મારી પત્નીને ટિકિટ આપવાના છે. રુપાલા આવીને ગયા, તેમણે મને મળવા બોલાવ્યો ન હતો પણ હું ગયો પણ નથી. જોકે થોડી વખત પછી કહ્યું હતું કે હું તો મજાક કરતો હતો. તેમણે નિવેદનમાંથી ફરી જતાં કહ્યું કે, દિવાળી અને દેવ દિવાળી ગઈ અને પાછું પત્ની બાજુમાં ઊભી હતી તો હું પત્નીને સારું લગાડવા એવું બોલ્યો કે મારી પત્ની ચૂંટણી લડશે. મીડિયામાં ખોટું ચાલી રહ્યું છે. મને ખબર ન્હોતી કે કેમેરો ચાલું છે.

પોતાની સાથે થયેલી મજાકથી ગીન્નાયા શ્રીવાસ્તવ
જોકે હવે બીજા જ દિવસે ચૂંટણીના ઉમેદવારોનું ભાજપે પ્રથમ લિસ્ટ જાહેર કર્યું ત્યારે જ તેમની સાથે જાણે મજાક થઈ ગઈ હોય તેવું ચિત્ર ઊભું થયું. તેમની જગ્યાએ ભાજપે ઘાટલોડિયા બેઠક પરથી અશ્વિન પટેલને ટિકિટ આપી દીધી. આમ ન મધુ શ્રીવાસ્તવ કે ન તેમના પત્ની ભાજપની ટિકિટ માટેની પહેલી પસંદ બની ગયા અશ્વિન પટેલ. હવે મધુ શ્રીવાસ્તવના સમર્થકો અને તેઓ પોતે પણ કેવા ગીન્નાયા છે કે ભાજપને પડકાર ફેંકી અપક્ષમાં ચૂંટણી લડવાની વાત કરી છે. “હું પહેલવાનની જેમ જ ઉતરું છું, અને ચાહું તો બધાને પછાડી શકું છું” તેવું કહી તે હવે લડી લેવાના મુડમાં આવી ગયા છે. આવો જોઈએ ટિકિટ પછીની તેમની આ વાતો અંગેના…

ADVERTISEMENT

ADVERTISEMENT

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT