અમેરિકામાં ડંકો વગાડનારા ગુજરાતીએ ખેડામાં તૈયાર કરી ‘મેડ ઇન ઈન્ડિયા’ ઈ-ટ્રક, સિંગલ ચાર્જમાં 300 કિમી ચાલશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા: ભારતમાં ઇલેક્ટ્રિક વ્હિકલનો વ્યાપ વધ્યો છે. હાલમાં ઇલેક્ટ્રિક કાર, બસ, અને ટુ વ્હીલર રોડ પર જોવા મળી રહ્યા છે. પરંતુ હવે ટુંક જ સમયમાં ઇલેક્ટ્રિક ટ્રક રોડ પર ફરતી જોવા મળશે. જોકે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ ઇલેક્ટ્રિક ટ્રક મેક ઈન ઈન્ડિયા છે. અને કંપની દ્વારા ગુજરાતના ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યું છે. મૂળ ગુજરાતના અને અમેરિકામાં સ્થાયી થયેલા હિમાંશુ પટેલની Triton કંપની એ આ ઇલેક્ટ્રિક ટ્રક બનાવી છે. ઈલેક્ટ્રીક વેહીકલ્સ, સ્માર્ટ મોબિલિટી અને ક્લિન ટેક બેઝ્ડ સ્માર્ટ મોબિલિટી કંપની, ટ્રીટોન ઈલેક્ટ્રીક વેહીકલ ઈન્ડિયા પ્રા. લિ.(TEV)એ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રકનું ઉદ્ઘાટન કર્યું છે. ‘મેડ ઈન ઈન્ડિયા’ ટ્રકને ગુજરાતમાં ખેડા સ્થિત ટ્રિટોન ઈવીની આરએન્ડડી સેન્ટર ખાતે આજે વિશેષ મિડિયા શોકેસિંગમાં લોંચ કરવામાં આવી હતી.

ભારતના રસ્તા અને સ્થિતિ આધારિત ટ્રક તૈયાર કરી
TEVના સ્થાપક અને એમડી હિમાંશુ પટેલે ગુજરાત તક સાથે વાતચીતમાં જણાવ્યું કે,”અમે ટ્રિટોન ઈલેક્ટ્રીક ટ્રકનું ઉદઘાટન કરતાં ઉત્સાહ સાથે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આ ટ્રક ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેડ ફોર ધ વર્લ્ડ’નું ઉમદા દ્રષ્ટાંત છે. આ ઈલેક્ટ્રીક ટ્રકને વિકસાવતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે. જેમાં વપરાશમાં સરળતા, ડ્રાઈવીંગમાં સરળતા, વ્યાપક સુરક્ષા, સ્માર્ટ કાર્યદક્ષતા અને સ્ટાઈલનો સમાવેશ થાય છે. સામાન્ય વ્યક્તિ પણ આ ટ્રક સરળતાથી ચલાવી શકે એ માટે તમામ ફિચરનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને ડ્રાઈવરની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ડ્રાઈવર રાત્રિ દરમ્યાન લોજ કે ટ્રકની નીચે સૂવાની જગ્યાએ ટ્રકમાં જ આરામથી સૂઈ શકે એવી વ્યવસ્થા કરાઇ છે. ડીઝલ ટ્રકમાં જેટલો ખર્ચો થાય એના કરતાં પણ ઓછા ખર્ચે આ ટ્રક ચાલી શકે છે. એટલુ જ નહીં કાર્બન ફૂટપ્રિન્ટને નિયંત્રણમાં રાખી તંદુરસ્ત અને જાળવી શકાય તેવા પર્યાવરણને તૈયાર કરવામાં યોગદાનને લઈ પ્રતિબધ્ધતાએ ટ્રીટોન ઈલેક્ટ્રીક ટ્રકને ભારતીય લોજિસ્ટીક્સ સેક્ટર માટે ઈન્ડસ્ટ્રીનું સૌથી પ્રભાવી મશીન બનાવ્યું છે.

ADVERTISEMENT

ખેડામાં 1.5 લાખ ચો.મીમાં ફેલાયેલી છે ફેક્ટરી
ટ્રીટોન ઈવીએ ગુજરાતમાં અમદાવાદ નજીક ખેડા જિલ્લામાં ખેડા ખાતે તેની સર્વગ્રાહી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ(R&D) સુવિધાની સ્થાપના કરી છે. આ સુવિધા 1.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. ખેડા સ્થિત ટ્રીટોન ઈવીનું આરએન્ડડી સેન્ટર થ્રી વ્હીલર્સ, સ્પેશ્યલ પર્પઝ ડિફેન્સ વેહીકલ્સ, ઈવી ટ્રક્સ અને હાઈડ્રોજન ફ્યુઅલ પાવર્ડ બસિસ, હાઈડ્રોજન સ્કૂટર્સ સાથે ઓટોમોટીવ ઈનોવેશન માટે ભારતનું ટોચનું સ્થળ બની રહેશે. ટ્રીટોન ઈલેક્ટ્રીક ટ્રક અને પ્રોડક્ટ પોર્ટફોલિયોની વ્યાપક રેંજ મારફતે TEV ભારતની સફળ ઈવી અને સ્માર્ટ મોબિલિટી સ્ટોરીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે તૈયાર છે. પોતાની આરએન્ડડી સુવિધા મારફતે કંપની સ્માર્ટ મોબિલિટી ક્ષેત્રે વૈશ્વિક લીડરશીપની સ્થાપનાનો ઉદ્દેશ ધરાવે છે. આ સેન્ટર એડવાન્સ્ડ મોબિલિટીના પ્રવર્તમાન ખ્યાલો સાથે આજની ટ્રાન્સપોર્ટેશન જરૂરિયાતોના વાસ્તવિક પડકારોને લઈ બ્રેઈનસ્ટોર્મ કરશે. ટ્રીટોન ઈલેક્ટ્રીક વ્હીકલ એલએલસીએ યુએસએ ન્યૂ જર્સીમાં ચેરી હિલ મુખ્યાલય ધરાવતી યુવાન અને ટોચની સાહસિક્તા ધરાવતી ઈલેક્ટ્રીક વ્હીકલ કંપની છે.

આ ટ્રકના ખાસ સેફ્ટી ફીચર
ટ્રકના સેફ્ટી ફીચર અંગે હિમાંશુ પટેલે જણાવ્યું કે, “ભારતના જે રોડ છે એ પ્રમાણે આ ટ્રક બનાવવામાં આવી છે. ભારતના જે પ્રમાણે રસ્તા છે, તે પ્રમાણે ટ્રકને કેટલી સેફટીથી ચલાવી શકાય તે માટે તમામ સુવિધાઓનો ધ્યાન રાખવામાં આવ્યું છે. અત્યારે આ ટ્રકનું તમામ કામ પૂર્ણ થઈ ગયું છે. આખી ટ્રકમાં લોકલ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટ્રક સામાન્ય માણસ પણ ચલાવી શકે છે. આ ટ્રક કોઈ મહિલાને ચલાવવી હોય તો પણ એ ચલાવી શકે છે. અમે મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને પણ આમંત્રિત કર્યા હતા ટ્રક ચલાવવા માટે. અને એ મહિલાઓએ પણ ટ્રક ચલાવીને પોતાનો પોઝીટીવ અભિપ્રાય આપ્યો હતો. ક્યારે કોઈ વિચાર્યું નહીં હોય કે મહિલા ટ્રક ચલાવે. પરંતુ આ ટ્રકમાં એટલા સેફ્ટીના સાધનો અને અત્યાધુનિક ટેકનોલોજીથી ટ્રક બનાવી છે કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી ટ્રક ચલાવી શકે. આમાં ગિયર બદલવાની પણ જરૂર નથી.

ADVERTISEMENT

ADVERTISEMENT

ટ્રકમાં જ એસી અને આરામ કરવાની સુવિધા
આના ફંકશન જે છે એમાં બ્લુટુથ, નેવિગેશન સહિતના ફંક્શન આપવામાં આવ્યા છે. ઘણીવાર એવું થતું હોય છે કે, ટ્રક ડ્રાઇવરને એડ્રેસ આપવામાં આવ્યું હોય અને તેઓ ચાલુ ટ્રકે ફોન જોવાની જરૂર પડે છે. પરંતુ આ ટ્રકમાં એક વખત લોકેશન નાખી દેવામાં આવે તો ટ્રકમાં નેવિગેશન બારમાં ઓટોમેટિક લોકેશન પણ બતાવવામાં આવે છે. જો આ ટ્રક મહિલાઓ ચલાવે છે, તો મહિલાઓ ધાબા પર કે ટ્રકની બહાર સૂઈ ના શકે એટલા માટે આ ટ્રકમાં જ ખાસ સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રકનું જે કેબિન છે તેમાં એર કન્ડિશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. આના પૈસા પણ બચી શકે છે. અમે જે બેટરી મૂકી છે એનો કોઈ સાઈડ ઇમ્પેક્ટ થાય છે, તો તેનું પણ નોટિફિકેશન આવી જાય છે. બીજા બધા ટ્રકમાં બેટરી જે છે એ ફ્યુઅલ ટેન્કની પાસે મૂકવામાં આવી છે, જ્યારે અમે જે બેટરી મૂકી છે એ ફ્રેમની વચ્ચોવચ મૂકી છે કે જેથી બેટરી ને કોઈ નુકસાન ન થાય.

કેટલી છે આ ટ્રકની કિંમત?
આ સાથે જ સાઈડના જે મિરર છે, એમાં અમે નાઈટ વિઝન કેમેરા લગાવ્યા છે. દરેક લેફ્ટ અને રાઈટ બંને સાઈડે બે કેમેરા લગાવ્યા છે. ટ્રકની અંદર કેબિનમાં બે સ્ક્રીન છે, જ્યાં સતત વિઝિબિલિટી રહેતી હોય છે કે લેફ્ટ અને રાઈટમાં રોડ પર શું થઈ રહ્યું છે. આ ટ્રકની જે પ્રાઇસ છે તે 1.2Cr છે. એટલું જ નહી આ ટ્રકમાં જે મેઈન્ટેનન્સ ખર્ચ છે તે ડીઝલ ટ્રક કરતા પણ ઓછો આવે છે. એટલે કે ડીઝલ ટ્રકમાં વર્ષે 80 લાખ સુધી ખર્ચ આવે છે, જ્યારે આ ઈલેકટ્રીક ટ્રકમાં 20 લાખ સુધીનો જ ખર્ચ આવે છે. જેથી ઘણા પૈસા બચે છે. અને બિઝનેસ ઓનરને ફાયદો થાય છે. સાથે જ ટ્રકની સર્વીસ માટે લોકલ ડીલર સાથે પણ પાર્ટનરશીપ કરી છે, જે સર્વીસ આપશે, અને જે પાર્ટ છે તે બજારમાં સરળતાથી મળી જશે.

સિંગલ ચાર્જિંગમાં કેટલું દોડશે ટ્રક?
આ ટ્રક ફૂલ ચાર્જ કરવામા આવે તથા 45ટર્ન ના ફુલ લોડ ભરવામાં આવે તો 300 કિલોમીટરની રેન્જ મળશે. ચાર્જિંગ માટે કંપનીએ 16 કંપની સાથે ટાઈ અપ કર્યું છે. સાથે જ ઓન બોર્ડ પણ ચાર્જીંગ ઉપલબ્ધ છે. કંપની એ પહેલી ટ્રક યુએસમા ત્રણ વર્ષ પહેલા બનાવી હતી. અને એના અનુભવથી આ ટ્રક બનાવી છે. જે ગમે તેવા સ્લોપ પર સરળતાથી ચાલી શકશે. આ ટ્રકમાં 12 ગીયર છે. ભારતના રસ્તા અને વાતાવરણને અનુરૂપ આ ટ્રક બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 22000 ટ્રક બુક થઈ ગઈ છે. પહેલા વર્ષમાં સેલ્સ ટાર્ગેટ 200 ટ્રકનો છે.

    follow whatsapp

    ADVERTISEMENT