મચ્છુ ડેમ 100 ટકા ભરાતા થયો ઓવર ફ્લોઃ મોરબી-વાંકાનેરના 24 ગામો એલર્ટ પર
રાજેશ આંબલિયા.અરવલ્લીઃ વાંકાનેર નજીક આવેલ મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. વાંકાનેરના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-1 ડેમ હાલ 100 ટકા ભરાઈ જતા હાલ ડેમ…
ADVERTISEMENT
રાજેશ આંબલિયા.અરવલ્લીઃ વાંકાનેર નજીક આવેલ મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. વાંકાનેરના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-1 ડેમ હાલ 100 ટકા ભરાઈ જતા હાલ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે હાલ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ હેઠવાસમાં આવેલ મોરબી અને વાંકાનેર તાલુકાના 24 જેટલા ગામો હાલ એલર્ટ પર છે.
કયા કયા ગામો એલર્ટ પર
ઉપરવાસમાં થયેલા સારા વરસાદથી વાંકાનેર નજીકનો મચ્છુ-1 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક ચાલુ છે. ડેમ છલોછલ ભરાઈ ગયો છે અને પવનના કારણે ડેમ 0.05 મીટર પર ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમ ઓવરફ્લો થઈ રહ્યો હોવાથી ડેમ હેઠવાસ માં આવતા વાંકાનેર તાલુકાના 20 ગામો અને મોરબી તાલુકાના 4 ગામો મળીને કુલ 24 જેટલા ગામો હાલ એલર્ટ પર છે. વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસિકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર ને એલર્ટ કર્યા છે. જ્યારે મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરગઢ અને લીલાપર ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ઓવરફલો થતા વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ એ ડેમની મુલાકાત લીધી હતી.
તથ્યના DNA ટેસ્ટના રિપોર્ટમાં કેવી કેવી વિગતો આવી સામેઃ બે દિવસમાં ચાર્જશીટ થઈ શકે છે
મચ્છુ-1 ડેમ માંથી વાંકાનેર ના આસપાસના ગામોને પીવાનું અને સિંચાઈ નું પાણી પુરૂ પાડવામાં આવે છે. મચ્છુ-1 ડેમની કુલ ઊંડાઈ 49.02 છે જેમાં પાણીનો જીવંત જથ્થો 42 ફૂટ સંગ્રહ કરી શકાય છે. ડેમમાં 2435 mcft પાણીનો જથ્થો સંગ્રહિત છે. હાલ ઉપરવાસમાં વરસાદના કારણે 1991 ક્યુસેક ની આવક ચાલુ છે. ડેમ ઓવરફલો થતા વાંકાનેર આસપાસના ગામોથી લોકો ડેમ સાઈટ પર ડેમનો નજરો જોવા માટે આવે છે અને આહ્લાદક દ્રશ્ય જોઈને ખુશ થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT