M.Pharm થયેલો દિકરો સાધુ બની જતા માતા-પિતાએ માગ્યું ભરણપોષણ, હાઈકોર્ટે શું આદેશ કર્યો?
અમદાવાદ: અમદાવાદમાં એક અજીબ ઘટના સામે આવી છે. ઇસ્કોનની પ્રવુતિથી પ્રભાવીત થઈ યુવાન પોતાની ઉચ્ચ પગારની નોકરી છોડી સાધુ બની ગયો હતો. સાધુ બન્યા બાદ…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદમાં એક અજીબ ઘટના સામે આવી છે. ઇસ્કોનની પ્રવુતિથી પ્રભાવીત થઈ યુવાન પોતાની ઉચ્ચ પગારની નોકરી છોડી સાધુ બની ગયો હતો. સાધુ બન્યા બાદ ભરણપોષણ માટે માતા પિતાએ ન્યાય માટે કોરનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે ભરણપોષણ માંગ્યું હતું. હાઇકોર્ટે ભરણપોષણ પેટે ડર મહિને 10,000 ચુકવવાના ફએમેલી કોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યો છે.
ફાર્માસ્યુટીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જએવી પ્રતિષ્ઠિત નોકરી છોડી અને વર્ષ 2015 માં ઇસ્કોનની ધાર્મિક અને ભક્તિ પ્રવૃતિથી પ્રભાવિત થઈ અને યુવક સાધુ બન્યો હતો. આ મામલે તેમન માતા પિતાએ ભરણપોષણ માસે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં ફએમેલી કોર્ટે માતાપિતાને ભરણપોષણ માટે દર મહિને 10,000 ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમને હાઇકોર્ટે રદબાતલ કર્યો છે. આ ઉપરાંત ફએમેલી કોર્ટે આ કેસમાં નવેસરથી પક્ષકરોને સાંભળી નિર્ણય કરવા આદેશ આપ્યો છે.
સાધુ યુવક દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તે સાધુ બનિ ચૂક્યા છે તેમની કોઈ આવક નથી. કોઈ વ્યક્તિ કામતો હોય અને માતા-પિતા ગુજરાન ચલાવવા સક્ષમ ના હોય તો ભરણપોષણનો હુકમ થઈ શકે પરંતુ આ કેસમાં અરજદાર સાધુના પિતા નિવૃત સરકારી કર્મચારી છે અને તે 32,000નું પેન્શન મેળવી રહ્યા છે. આ ઉપરાંત 2 સંતાનો હોવા છતાં તેમણે ભરણપોષણ માંગ્યું છે. ત્યારે ફેમેલી કોર્ટે દર મહિને 10,000 ચૂકવવાનો હુકમ કરતાં આતજદાર સાધુએ 1,32,000 અન્ય પાસેથી લઈ અને ચુકવ્યા છે. ત્યારે હવે દીકરો સાધુ બની જતાં માતા પિતાએ ભરણપોષણ માંગ્યું હતું અને ફએમેલી કોર્ટે ભરણપોષણ માટે હુકમ પણ કર્યો હતો અને હવે હાઇકોર્ટે આ હુકમને રદબાતલ કર્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT