મોડલ ગામ તરીકે વિકસાવવા બાબતે લુણાવાડા તાલુકા પંચાયત આવી વિવાદમાં, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news
વીરેન જોશી, મહીસાગર:   જિલ્લાની  લુણાવાડા તાલુકા પંચાયત દ્વારા 25 ગામની મોડલ ગામ તરીકે વિકસાવવા માટે કરેલ પસંદગીનું લિસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થયું છે. આ લિસ્ટ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. મોટાભાગના ગામ એકજ  સમાજના પસંદ કરવામાં આવ્યા તેવો મુદ્દો સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.  તેમજ લુણાવાડા તાલુકા પંચાયતની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે
પસંદ કરેલા મોટાભાગના ગામ પાટીદાર સમાજની વસ્તી ધરાવતા ગામો છે તેવું જણાવ્યું છે. ત્યારે એસસી, એસટી, ઓબીસી તેમજ માઇનેરોટી સમાજની વસ્તી ધરાવતા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમ જણાવી સોશ્યલ મીડિયા પર લુણાવાડા તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે તથા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
 સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા 
મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરવા માટે જાહેર કરવામાં આવેલ વોટ્સએપ નંબર પર ફરીયાદ કરવામાં આવી છે.  સરકારને તેમજ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબ સિંહને જાણ કરી ન્યાય મળે તે જરૂરી છે. તેમજ સદ્ધર અને વિકસિત ગામોની જગ્યાએ વિકસિતના હોય તેવા ગામોનો સમાવેશ કરવામાં આવે તેવી ચર્ચાઓ સોશ્યલ મીડિયામાં કરવામાં આવી રહી છે
તાલુકા વિકાસ અધિકારીએ આપ્યું મહત્વનું નિવેદન 
લુણાવાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લાના પ્રભારી સચિવની સૂચના અનુસાર સમગ્ર માહિસગર જિલ્લામાં આવેલ તમામ તાલુકામાથી 125 ગામ મોડેલ ગામ તરીકે વિકસિત કરવા માટે પસંદ કરવાના થાય છે. જે અંતર્ગત લુણાવાડા તાલુકાના 25 ગામ મોડલ ગામ તરીકે વિકસિત કરવા પસંદ કરવાના હતા જેના માટે કોઈ માપદંડનો સરકારનો કોઇ પરિપત્ર નથી. પરંતુ જે ગામ ઓડીએફ પ્લઝ  કોઇપણ પ્રકારની ગંદકી ના હોય એટલે કે સ્વચ્છતાને પ્રાયમરી તબક્કા તરીકે લઈને મોડલ ગામ માટે શોર્ટ લિસ્ટ તૈયાર કરેલ છે. જે ફાઈનલ લિસ્ટ નથી તેમજ અન્ય ગામોનો તલાટી કમ મંત્રી તેમજ સરપંચને પણ જામવામાં આવ્યું છે. કે જો પોતે પોતાના ગામને મોડલ ગામ તરીકે  વિકસિત કરવા માંગતા હોવ તો સત્વરે તાલુકા પંચાયતમાં દરખાસ્ત કરવા જણાવવામાં આવેલ છે. જેથી મોડલ ગામ તરીકે વિકસવા આગળની કર્યાવાહી કરી શકાય તેમજ સોશ્યલ મીડિયામાં જે વાયરલ થયું છે તે સત્ય નથી  કોઈ જ્ઞાતિ વાઇસ પરિબળ કામ કરતું નથી.  પરંતુ જે ગામ સારા અને સ્વચ્છ છે તે ગામોની પસંદગી મોડલ ગામ તરીકે વિકસાવવા માટે કરવામાં આવી છે.
શુ કહ્યું ઓબીસી સમાજ આગેવાન અને લુણાવાડા ધારાસભ્યએ
આ બાબતે ઓબીસી સમાજના આગેવાન અને કૉંગ્રેસ પાર્ટીમાંથી વિજય થયેલ લુણાવાડાના ધારાસભ્ય ગુલાબ સિંહ ચૌહાણ સાથે ગુજરાત તકે વાત કરતા તેમણે  કહ્યું હતું કે સોશ્યલ મીડિયાના માધ્યમથી મને ખબર પડતાં હું ટીડીઓ ને મળ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે પ્રભારી સચિવના કહેવાથી જે ગામો સ્વચ્છ હોય તેવા ગામોનું મોડલ ગામ તરીકે વિકસિત કરવા લિસ્ટ બનાવ્યુ છે અને જો કોઈ ગામને વિરોધ હોય તો તે જાણ કરે તો ફરીથી ગામોની પસંદગી કરી લિસ્ટ બનાવીને મોકલીશું અને જે ગામના લોકો કહેશે કે અમારું ગામ મોડલ ગામ તરીકે લો તો તે ગામનો અમે સમાવેશ કરીશું તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે

આ પણ વાંચો: પંચાયત મંત્રી બચુ ખાબડ આવ્યા એક્શનમાં, રાજ્યના તમામ DDO સાથે ઘડ્યો આ પ્લાન

આ બાબતે લુણાવાડા તાલુકા પંચાયત સદસ્ય શુ કીધું તે જાણો
લુણાવાડા તાલુકા પંચાયતના સદસ્ય અજય દરજીએ ગુજરાત તક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુધરેલા અંદાજ પત્રને બહાલી આપવા માટે આજે લુણાવાડા તાલુકા પંચાયતની પંચાયતની સામન્ય સભા મળી હતી જેમાં બહાલીની કામ પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયતના સભ્યો વચ્ચે ચર્ચા થઇ હતી કે ગુજરાત સરકાર દ્વારા તાલુકા વાઇસ ગામો મોડેલ ગામ તરીકે વિકસિત કરવાની યોજના શરૂ કરવામાં આવી છે જેમાં લુણાવાડા તાલુકા પંચાયતના 25 ગામનો પસંદગી કરવામાં આવી છે જેમાં એકજ વિભાગને ન્યાય મળ્યો હોય તેવું દેખાય છે બીજા બે ત્રણ વિભાગની પંચાયતનો સમાવેશ થયો નથી જેની ચર્ચા થઈ છે અને ખાત્રી પણ આપી છે કે જે ગામનો સમાવેશ મોડલ ગામમાં કરવો હોય તે ગામના સરપંચ સાથે ચર્ચા કરી તે ગામનો સમાવેશ કરવામાં આવશે બીજું કે જે સોશ્યલ મીડિયામાં એકજ પાટીદાર સમાજના ગામોજ પસંદ કરવામાં આવ્યા છે તેવુ કાઈ છે નહિ દરેક ગામમાં દરેક જ્ઞાતિના લોકો રહેતા હોય છે.
 લુણાવાડા તાલુકા પંચાયત  સભ્યએ આપ્યું મહત્વનું નિવેદન 
ઉલ્લેખનીય છે કે લુણાવાડા તાલુકા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા લુણાવાડા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ 245 ગામમાંથી 25 ગામની મોડેલ ગામ તરીકે વિકસિત કરવા પસંદગી થઈ ચૂકી છે.  તાલુકા વિકાસ અધિકારીએ મહીસાગર જિલ્લા નાયબ કલેકટરને ગામોનું લિસ્ટ પણ આપી દીધું છે. અને તે લિસ્ટ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઈ ગયું છે. ત્યારે જોવું રહ્યું કે બીજા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી પોતાન ગામને આદર્શ ગામ તરીકે વિકસીત કરવા માટે દરખાસ્ત કરશે તો તે ગામનો સમાવેશ કેવી રીતે કરશે અને પછી મોડલ ગામ તરીકે વિકસિત કરશે એ જોવું રહ્યું.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT