લમ્પી વાઈરસથી હવે સિંહો પણ સુરક્ષિત નથી!…વન વિભાગનો ચોંકાવનારો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રિપોર્ટર- ભાર્ગવી જોશી/ જુનાગઢઃ દુનિયામાં એક માત્ર જગ્યા એવી ગીર જંગલમાં જોવામળી આવતા દેશનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લમ્પી વાઈરસના કારણે સિંહો સામે પણ વાઈરસથી જોખમ ઉભું થઇ શકે છે. પશુઓમાં ફેલાયેલા લમ્પી વાઈરસથી અસરગ્રસ્ત થયેલા પશુઓનો શિકાર જો સિંહો કરે તો તેમને પણ આ રોગનો ચેપ લાગે એવી શક્યાતા રહેલી છે. આના કારણે વન વિભાગે ખાસ તકેદારી રાખવાનું શરૂ કરી દીધું છે. કારણ કે લમ્પી વાઈરસ જો સિંહોમાં પણ ફેલાયો તો પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે.

સિંહોના જીવને પણ લમ્પી વાઈરસથી જોખમ!
લમ્પી વાઈરસના હાહાકારથી ગાયોનાં મૃત્યુ થઈ રહ્યા છે તો બીજી બાજુ ચિંતાનો વિષય એ છે કે સિંહો સામન્ય રીતે ગાય અને બળદનો શિકાર જ વધુ કરતા હોય છે. ત્યારે જો કોઈ સિંહે આ રોગથી અસરગ્રસ્ત પશુનો શિકાર કર્યો તો તે સિંહમાં પણ લમ્પી વાઈરસનો ચેપ લાગી શકે છે. જોકે આ અંગે સરકાર ખાસ કાળજી રાખી રહી છે.

ADVERTISEMENT

સિંહોની સુરક્ષા માટે પૂર્વ તૈયારીઓ
સિંહોની કાળજી રાખવા મુદ્દે વન વિભાગ અધિકારી આરાધ્યા સાહુએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસન અને વન વિભાગે સયુંકત રીતે જંગલમા રહેતા માલધારીઓના પશુઓ, 40 જેટલા નેસડાઓમાં ખૂબ ઝડપી વેક્સિનેશન હાથ ધર્યું છે. અત્યારસુધીમાં 4000 પશુઓનું વેક્સિનેશન કરી દેવાયું છે. સિંહોની ગતિવિધીઓ પર ટ્રેકર ખાસ દેખરેખ રાખી રહ્યા છે, જેથી કોઈ ખાસ લક્ષણ દેખાય તો તરત જ સારવાર કરી શકાય. જોકે અત્યારસુધી સિંહોમાં કોઈ જોખમ જણાયું નથી. પરંતુ અત્યારથી જ સાવધાની રાખવામાં આવી રહી છે.

કેનાઈન ડિસ્ટેમ્પર રોગથી 100થી વધુ સિંહો મૃત્યુ પામ્યા હતા
જૂનાગઢના ગીર જંગલમાં જોવા મળતા એશિયાટિક સિંહ 2018માં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસથી અસરગ્રસ્ત થયા હતા અને એક મહિનામાં જ 118 જેટલા સિંહો એકપછી એક મૃત્યુ પામ્યા હતા. તે સમયે વન વિભગના અધિકારીઓના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ વાઈરસ ફેલાયો ત્યારે સિંહોનું અસ્તિત્વ બચાવવા માટે ભરપૂર કોશિશ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT