‘તારી GF સાથે વાત તો કરાવ’- સુરતમાં મિત્રની પ્રેમિકા ગમી જતા યુવકને ગુમાવવો પડ્યો જીવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ સુરતમાં બે મિત્રો વચ્ચે પ્રેમિકા સાથે વાત કરાવવાના મામલામાં ઝઘડો થતા એકનો જીવ હણાયો હતો. ફૂલવાડી ભરીમાતા રોડ પર તાપી નદી પાસેથી મળેલી લાશની તપાસ દરમિયાન પોલીસને પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે જોકે આ મામલામાં હત્યા કરનારા મિત્રની ધરપકડ પણ કરી લીધી છે અને તેને કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડની માગણી કરી છે.

કેવી રીતે થઈ હત્યા
સુરતના નહેરુનગર ઝુપડપટ્ટી પાસેથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા તેની હત્યા ગળામાં ઘા મારીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જાણકારી મળી કે મૃતક વ્યક્તિ મહોમદ જરદાર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મહોમદ જરદાર અંગે વિગતો મેળવવાની શરૂઆત કરી તો ખબર પડી કે તે સુરતમાં એક સાડીના કારખાનામાં કામ કરતો હતો ત્યાં તેની સાથે પવન જાટ નામનો વ્યક્તિ પણ કામ કરતો હતો. બંને વચ્ચે મિત્રતા હતી. જોકે પવન કેટલાક દિવસથી અહીં દેખાતો ન્હોતો.

ભારે પવન ફૂંકાયોઃ ધારીના અમરેલી રોડ પર વૃક્ષ થયું ધરાશાયી, 2 વીજપોલ પણ રોડ પર પડ્યા

પોલીસ તેને સતત શોધી રહી હતી. જોકે તેણે અગાઉ જ્યાં કામ શરૂ કર્યું હતું ત્યાંથી તે અન્ય જગ્યા પર કામ કરવા લાગ્યો હતો પણ ત્યાં પણ તે મળ્યો નહીં. દરમિયાનમાં મિત્ર શાહરુખ મન્સુરી નામના વ્યક્તિ સાથે સુરત આવ્યો હોવાની જાણકારી મળી હતી. પવન આમ મૂળ હરિયાણાનો વતની જેને પગલે પોલીસે હરિયાણા ભણી દોટ લગાવી અને કરનાલ જિલ્લાના ગરોડા પહોંચી ગઈ ત્યાં જાણકારી મળી કે તે ત્યાં કોઈ દારુના અડ્ડા પર બેસતો હતો. પોલીસે વોચ ગોઢવી તેને પકડી પાડ્યો હતો.

ADVERTISEMENT

પોલીસે જ્યારે તેની પુછપરછ કરી તો તેણે પોલીસને કહ્યું કે, તે સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રેમિકા સાથે વાત કરતો હતો. તેની સાથે મિત્રતા કરવા મટે મહોમદ જરદાર દબાણ કરતો હતો. ગત 11મી જૂને રાત્રે તે જરદાર સાથે તાપી નદીની પાળે બેઠો હતો. ત્યારે જ તેની પ્રેયસીનો ઈંસ્ટાગ્રામ પર મેસેજ આવ્યો અને તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે જ જરદારે કહ્યું કે તેની પ્રેમીકા સાથે વાતચીત કરાવ. જેથી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યાં જ ગુસ્સે થઈ ગયેલા પવને જરદારને ચપ્પુના ઘા મારીને પતાવી દીધો હતો અને પછી તે હરિયાણા ભાગી આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT