સુરતમાં વધુ એક લવ જેહાદ, ‘વાસુ’ બનીને વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું
સંજયસિંહ રાઠોડ/સુરત: લવ જેહાદના મામલાઓ હવે કોઈ નવી વાત નથી. ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી પોતે ભૂતકાળમાં લવ જેહાદ જેવા કેસોને અંકુશમાં લેવા માટે જાહેરમાં…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: લવ જેહાદના મામલાઓ હવે કોઈ નવી વાત નથી. ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી પોતે ભૂતકાળમાં લવ જેહાદ જેવા કેસોને અંકુશમાં લેવા માટે જાહેરમાં પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. રાજ્ય સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર મજુરામાંથી લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. ઈવેન્ટ કંપનીમાં કામ કરતી હિન્દુ યુવતીને એ જ કંપનીમાં કામ કરતા મુસ્લિમ યુવકે પોતાનો ધર્મ છુપાવીને પ્રેમ જાળમાં ફસાવી એટલું જ નહીં, યુવતી સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યા. પ્રેમ જાળમાં ફસાવ્યાના 7 મહિના બાદ , જ્યારે યુવતીના હાથમાં યુવકનું આધાર કાર્ડ આવ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે છેતરાયાનો અહેસાસ થવા લાગ્યો. જે બાદ યુવતીએ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં જઈને યુવક વિરુદ્ધ FIR નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે લવ જેહાદ કરનાર યુવકની ધરપકડ કરી છે.
ઈવેન્ટ કંપનીમાં યુવક અને યુવતી સાથે કામ કરતા હતા
સુરત શહેરના વેસુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ મુજબ, વેસુ વિસ્તારના રાજપૂત વિસ્તારનો રહેવાસી વસીમ અકરમ વાહિદ સનરાઈઝ નામની ઈવેન્ટ કંપનીમાં કામ કરે છે. વસીમ અકરમે એ જ ઈવેન્ટ કંપનીમાં મહેંદી લગાવનો તરીકે કામ કરતી 24 વર્ષની યુવતી સાથે તેનું અસલી નામ છુપાવીને અને તેનું હિન્દુ નામ વાસુ ગ્વાલડિયા જણાવીને તેની સાથે નિકટતા કેળવી હતી. ઈવેન્ટ કંપનીમાં સાથે કામ કરતા યુવક-યુવતીની નિકટતા પહેલા મિત્રતા અને બાદમાં પ્રેમમાં પરિવર્તિત થઈ. બાદમાં યુવકે યુવતી સાથે લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધ્યો. યુવકે કામ વાસના માટે યુવતીને અલગ-અલગ જગ્યાએ હોટલમાં રોકીને તેનું શારીરિક શોષણ કર્યું હતું. 1 જુલાઈ 2022થી 10 ફેબ્રુઆરી 2023 દરમિયાન યુવતી પર તેની મરજી વિરુદ્ધ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
ADVERTISEMENT
યુવકનું આધાર કાર્ડ હાથમાં આવતા યુવતીને ખબર પડી
આ ઇવેન્ટ કંપનીમાં કામ કરતી 24 વર્ષની હિન્દુ યુવતીને ખબર નહોતી કે તે જેની સાથે તે વાત કરી રહી છે, જેની સાથે તે લગ્ન કરવાનું સપનું જોઈ રહી છે, તે હિન્દુ વાસુ ગ્વાલડિયા નહીં, પરંતુ મુસ્લિમ વસીમ અકરમ છે. યુવતીને તેનું આધાર કાર્ડ હાથમાં આવતા આ વિશે ખબર પડી, તે આશ્ચર્યચકિત થઈ ગઈ. સનરાઈઝ ઈવેન્ટમાં કામ કરનાર વસીમ અકરમ વાસુ ન હોવાનું માલુમ પડતા તેણે વેસુ પોલીસ સ્ટેશનમાં વિજાતીય યુવક વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વેસુ પોલીસ સ્ટેશને ગ્વાલડિયા નામના વસીમ અકરમ વાહિદ સામે બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT