રાજકોટમાં લવ જેહાદની ઘટના: 4 વર્ષથી યુવતીને પ્રેમ જાળમાં દુષ્કર્મ આચરતા ક્રિકેટ કોચે તેને ગાયબ કરી નાખી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટ: રાજકોટમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ક્રિકેટ કોચિંગ કરતા વિધર્મી યુવકે કુંડળીયા કોલેજની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહેબૂબ બુખારી નામના આ ક્રિકેટ કોચે 4 વર્ષ પહેલા 17 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હોવાની ફરિયાદ સાથે પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો છે. 26મી જૂનથી યુવતી ગાયબ થઈ જતા પરિવારે કોલેજ સંચાલકોને સંપર્ક કર્યો હતો, જે બાદ આખો મામલો પોલીસ કમિશનર સુધી પહોંચતા પોલીસે લવ જેહાદના એગલથી તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આ ક્રિકેટ કોચિંગ કરતા વિધર્મી યુવકને પકડીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

17 વર્ષની ઉંમરે યુવતી વિધર્મીના સંપર્કમાં આવી
વિગતો મુજબ, રાજકોટના પરિવારની દીકરી કુંડલિયા કોલેજમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની હતી ત્યારથી યુવતીને ક્રિકેટનો શોખ હતો, એવામાં તે ક્રિકેટનું કોચિંગ આપતા મહેબૂબ બુખારીના સંપર્કમાં આવી. ત્યારથી તેને પ્રેમજાળમાં ફસાવી હતી. સાથે જ પરિવારનું કહેવું છે કે, વિધર્મી આરોપીએ તેમને ધમકી પણ આપી હતી કે, તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી બળાત્કાર ગુજારું છું, થાય તે કરી લેજો.’ હજુ સુધી આરોપીએ યુવતી સાથે લગ્ન નથી કર્યા પરંતુ તેને હોસ્ટેલના રૂમમાં રાખતો હોવાનો આક્ષેપ કરાયો છે.

15 દિવસથી ગુમ છે યુવતી
યુવતી 26 જૂનથી ગાયબ હોવાની જાણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જોકે હજુ સુદી યુવતીનો કોઈ પતો મળ્યો નથી અને હાલમાં તે ક્યાં છે તેની પણ જાણકારી નથી. એવામાં સોમવારે યુવતીને માતા-પિતા કોલેજ સંચાલકો પાસે પહોંચ્યા હતા અને પોતાની સમગ્ર કહાણી જણાવી હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો અને તેમના આદેશ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

ઘરમાં ચોરી કરી આરોપીને પૈસા અને દાગીના આપી દેતી
આ સાથે પરિવારજનોનો આક્ષેપ છે કે, વિધર્મી પ્રેમી બુખારીએ યુવતીને ફસાવીને તેનું નામ પણ બદલાવી નાખ્યું છે. યુવતી ઘરમાંથી દાગીના અને રોકડની પણ ચોરી કરતી અને તેને મહેબુબ બુખારીને આપી દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT