ખેલૈયાઓ માટે 2 ખુશ ખબર: સરકારે કહ્યું 12 વાગ્યા સુધી ગરબા કરી શકાશે, વરસાદ પણ નહી પડે
ગાંધીનગર : નવરાત્રી મુદ્દે અનેક સંશયો ચાલતા હતા જો કે દરેકનો હવે ગુજરાત સરકારે અધિકારીક રીતે જવાબ આપી દીધો છે. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીને અધિકારીક…
ADVERTISEMENT
ગાંધીનગર : નવરાત્રી મુદ્દે અનેક સંશયો ચાલતા હતા જો કે દરેકનો હવે ગુજરાત સરકારે અધિકારીક રીતે જવાબ આપી દીધો છે. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીને અધિકારીક રીતે 12 વાગ્યા સુધી ગરબા રમી શકાશે તેવી મંજૂરી આપી હતી. ગુજરાત સરકાર દ્વારા અધિકારીક રીતે રાત્રે 12 વાગ્યા સુધી ગરબાનું આયોજન કરી શકાશે. આ પરિપત્ર જાહેર થતાની સાથે જ ગરબા પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. pic.twitter.com/NVSjNWjQ7k
— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2022
રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામાથી નાગરિકોમાં હતો અસંતોષ
અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે જ રાજકોટના પોલીસ કમિશ્નર દ્વારા રાત્રે 10 વાગ્યા સુધી જ ગરબા કરી શકાશે તે પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેના કારણે ગરબાપ્રેમીઓમાં તો કચવાટ જોવા મળ્યો જ હતો સાથે સાથે સ્થાનિક નેતાઓમાં પણ ભારે કચવાટ થયો હતો. નેતાઓ દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરવામાં આવી હતી. તેવામાં સરકારે કોઇ એક શહેર પર સ્પષ્ટતા કરવાના બદલે પોતાના તરફથી જ એક સ્પષ્ટ જાહેરનામું બહાર પાડી દીધું હતું. જેથી અન્ય કોઇ સ્થળે પણ આવા જાહેરનામા થયા હોય તો તે આપોઆપ નિરસ્ત થઇ ગયા હતા.
ADVERTISEMENT
ગરબા પ્રેમીઓ માટે હવામાન વિભાગે પણ આપ્યા ખુશ ખબર
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ સુધી નવરાત્રી નહી થવાના કારણે ગરબા પ્રેમીઓ માટે આ નવરાત્રી ખાસ છે. જેના માટે તેઓ ઉત્સાહિત પણ છે. જો કે તેમાં વરસાદ પડે તેવી આગાહીના કારણે પહેલાથી નિરાશ ખેલૈયાઓ માટે રાજકોટ પોલીસ કમિશ્નરનું જાહેરનામું પડતા પર પાટુ જેવી સ્થિતિ હતી. જો કે આજે ખેલૈયાઓને બે સારા સમાચાર મળ્યા છે. એક તો હવામાન વિભાગે વરસાદ અંગેની આગાહી કરતા જણાવ્યું કે, વરસાદ નવરાત્રી દરમિયાન પડે તેની શક્યતાઓ નહીવત્ત છે. ગુજરાત સરકારે પણ 12 વાગ્યા સુધી ગરબા કરી શકાશે તેવા જાહેરનામાને મંજૂરી આપી દીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT