લોથલમાં તૈયાર થઈ રહ્યું છે દુનિયાનું સૌથી મોટું નેશનલ મેરિટાઈમ મ્યુઝિયમ, 4000 કરોડનો ખર્ચ થશે
અમદાવાદ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાવા જઈ રહ્યું છે. લોથલમાં દુનિયાના સૌથી મોટા મેરિટાઈમ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે. આ મ્યુઝિયમ 400…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાવા જઈ રહ્યું છે. લોથલમાં દુનિયાના સૌથી મોટા મેરિટાઈમ મ્યુઝિયમનું નિર્માણ થઈ રહ્યું છે. આ મ્યુઝિયમ 400 એકરમાં ફેલાયેલું હશે અને 4000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે, જે ત્રણ તબક્કામાં નિર્માણ પામશે. માર્ચ 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે અને તે 2024માં સમાપ્ત થશે.
શું હશે મેરિટાઈમ મ્યુઝિયમમાં?
આ મેરિટાઈમ મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની ક્રિએશન, ચાર થીમ પાર્ક, મેમોરિયલ થીમ પાર્ક, મેરિટાઈમ અને નેવી થીમ પાર્ક, ક્લાઈમેટ થીમ પાર્ક અને એડવેન્ચર તથા એમ્યુઝમેન્ટ થીમ પાર્ક જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ વિશ્વનું સૌથી ઊંચું લાઈટહાઉસ મ્યુઝિયમ હશે અને તેમાં હડપ્પન સમયથી આજ સુધી ભારતના દરિયાઈ વારસા પર પ્રકાશ પાડતી 14 જેટલી ગેલેરીઓ તથા અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરિયાઈ વારસાનું પેવેલિયન હશે.
ADVERTISEMENT
66 કે.વીનું સબસ્ટેશન પણ બનાવાશે
આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં રૂ.774 કરોડનો ખર્ચ થશે. આ કેન્દ્રને જોડતો ફોરલેન રસ્તો બનાવવામાં આવશે. ઉપરાંત 66 કે.વીનું સબસ્ટેશન પણ બનાવવામાં આવશે. માત્ર મેરિટાઈમ કોમ્પલેક્ષ જ નહીં પરંતુ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે. પાણીની વ્યવસ્થા કેનાલ દ્વારા કરવામાં આવશે, જેથી સ્થાનિક ખેડૂતોની પણ સિંચાઈ તેમજ પીવાના પાણીની સમસ્યા દૂર થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
લોથલમાં 84 દેશનો ઝંડા ફરકતા
નોંધનીય છે કે, લોથલમં એક સમયે 84 દેશોના ઝંડા ફરકતા હતા અને નજીકમાં આવેલા વલ્લભી વિદ્યાલયમં 80 દેશના 6000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું ચીની દાર્શનિકોએ નોંધ્યું છે. ત્યારે આ મેરિટાઈમ મ્યુઝિયમ દ્વારા ગુજરાતના ઐતિહાસિક વારસાને ફરી જીવંત કરીને વિશ્વ સમક્ષ મૂકવામાં આવશે.
ADVERTISEMENT