શ્રાવણના સોમવારે કરો દીવમાં આવેલા ભગવાન શિવના ખાસ મંદિરના દર્શન, સ્વયં દરિયાદેવ કરે છે જળાભિષેક

ADVERTISEMENT

gujarattak
social share
google news

દીવ: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, જેના પગલે ગુજરાતમાં આવેલા મહાદેવના મોટાભાગના મંદિરોમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તોની લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આજે અમે તમને દીવમાં આવેલા ભોળાનાથના એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જેનો પાંડવો સાથે ખાસ સંબંધ માનવામાં આવે છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ મહાદેવ મંદિરને સ્વયં સમુદ્ર દેવ જળાભિષેક કરે છે.

દીવથી 3 કિમી દૂર દરિયાકાંઠે શિવજીનું મંદિર
દીવથી 3 કિલોમીટરના અંતરે ફુદમ ગામમાં ગંગેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર દરિયા કિનારે આવેલું છે, જેમાં મંદિરમાં પાંચ શિવલિંગ આવેલા છે. નાનકડી એવી ગુફાની અંદર આવેલા આ મંદરમાં શિવલિંગ પર સ્વયં દરિયાદેવ જળાભિષેક કરે છે. શિવલિંગ પર ભક્તો પુષ્પો અને બિલિપત્રો અર્પણ કરે તો દરિયામાંથી મોજું આવીને બધું પોતાની સાથે લઈ જાય છે.

ADVERTISEMENT

પાંડવો સાથે છે મંદિરનો સંબંધ
પૌરાણિક માન્યતાઓ મુજબ, ભગવાન શિવના આ મંદિરમાં પાંડવો પૂજા કરતા હતા. ખાસ વાત તો એ છે કે શિવલિંગનો આકાર પણ નાનાથી મોટો એમ પાંચેય પાંડવોની ઉંમર મુજબનો છે. જેમાં પાંડવોમાં સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિરનું શિવલિંગ સૌથી મોટું અને નાના ભાઈ સહદેવું શિવલિંગ સૌથી નાનું છે. પાંડવો વનવાસ પર નીકળ્યા ત્યારે અહીં તેમણે શિવલિંગની સ્થાપના કરી હોવાની માન્યતા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT