રથયાત્રા પૂર્વે આજે અમદાવાદમાં યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા, જાણો શું છે તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રથયાત્રાનો પ્રથમ પડાવ જલયાત્રાને માનવામાં આવે છે. ત્યારે આજે જળયાત્રાનો પ્રારંભ થશે. આજે જળયાત્રા માટેની જગન્નાથજી મંદિર અને સરસપુર મંદિરમાં પણ તૈયારીઓ પૂર્ણથઈ ચૂકી છે. રથયાત્રા પહેલાં મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ”જળયાત્રા’ જેઠ સુદ પૂનમ રવિવારે સવારે 8 વાગ્યે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન માટે વરઘોડારૂપે પહોંચશે.

સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કર્યા બાદ ત્યાંથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ષોડ્પશોચાર પૂજા વિધિ કરવામાં આવશે. આ જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યાર બાદ ભગવાનનાં ગજવેશનાં દર્શન થશે. આરતી બાદ ભગવાન જગન્નાથજીને મોસાળ મોકલવામાં આવશે.

જગન્નાથજી જશે મોસાળ
આજે જળયાત્રા બાદ ભગવાન તેમના મોસાળ સરસપુર જશે. ભગવાન જગગન્નાર 15 દિવસ મામાના ઘરે રોકાવાના છે. જેને લઈને મોસાળ સરસપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે 15 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ભગવાનનાં મનોરથ, ભજન, કીર્તન, શોભાયાત્રા અને લક્ષ્મીનારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT

રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા
રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. 108 જેટલા કળશ લઇને સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે. આ તમામ 108 કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવે છે. જે બાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. ત્યારે આ તમામ તૈયારીઓ મંદિરમાં આરંભી દેવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT