‘કિંગ ઓફ સાળંગપુર’ હનુમાન દાદાની 30 હજાર કિલો વજનની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ
બોટાદ: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું. હનુમાન જયંતિના એક દિવસ પહેલા જ વડતાલ ગાડીના આચાર્ય…
ADVERTISEMENT

બોટાદ: સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું આજે અનાવરણ કરવામાં આવ્યું. હનુમાન જયંતિના એક દિવસ પહેલા જ વડતાલ ગાડીના આચાર્ય રાકેશ પ્રસાસદાસ સહિત અન્ય સંતો દ્વારા હનુમાન દાદાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો અને ભક્તો હાજર રહ્યા હતા. જેમની હાજરીમાં સેંકડોની સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાની પંચધાતુની પ્રતિમાના દર્શન કર્યા હતા.
હનુમાન દાદાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે લાઈટ એન્ડ સાઉન્ડ શો, ડાન્સ, ડોક્યુમેન્ટ્રીથી લઈને વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ગાયક કલાકાર ઓસ્માન મીર, નિર્મલદાન ગઢવી પણ પર્ફોરમન્સ આપ્યું હતું. ખાસ વાત છે કે હનુમાન દાદાની આ પ્રતિમા હરિયાણામાં તૈયાર કરવામાં આવી હતી અને તેના વિવિધ પાર્ટને છેલ્લા 8 મહિનાથી રોડ માર્ગે ગુજરાત લાવીને જોઈન્ટ કરવાનું કામ ચાલી રહ્યું હતું. આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શા પણ સાળંગપુર પહોંચશે. અહીં તેઓ 55 કરોડના ભાજનાલયને ખુલ્લું મૂકશે.
હનુમાનદાદાની મૂર્તિ 7 કિમી દૂરથી દેખાશે
સાળંગપુરમાં મૂકાયેલી હનુમાન દાદાની મૂર્તિ એટલી વિશાળ હશે કે 7 કિલોમીટર દૂરથી જ તેના દર્શન થશે. આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવાઈ છે અને તેને હરિણાયાના ગુરુગ્રામમાં તૈયાર કરાઈ છે. તેનું વજન 30 હજાર કિલો જેટલું છે. સમગ્ર કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ 1.35 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર લેશે અને દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે. મૂર્તિની ફરતે 36 જેટલા ઘુમ્મટ તૈયાર કરાયા છે. સાથે જ મૂર્તિની સામે 4 જેટલા ગાર્ડન પણ બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
શું ખાસ છે ભોજનાલયમાં?
સાળંગપુરમાં હનુમાન દાદાની પ્રતિમા સાથે હાઈટેક ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં એક સાથે 4000 લોકો બેસીને ડાઈનિંગ ટેબલ પર જમી શકશે. શ્રદ્ધાળુઓ માટે ભોજન બનાવવાનું રસોડું પણ ભવ્ય બનાવાયું છે. હાલમાં મંદિરમાં તમામ કામોને તૈયારીનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે 6 એપ્રિલના કાર્યક્રમને લઈને મૂર્તિ પાસે પૂજા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT