IPL ફાઈનલની ઓફલાઈન ટિકિટ માટે ટિકિટ બારી પર લાગી લાંબી લાઈનો, ચાહકો નિરાશ થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: IPL-2023 શરૂઆત થી જ ખૂબ રસપ્રદ રહી હતી આ દરમિયાન IPL 2023 હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. 29 મેના (રવિવાર) રોજ આઈપીએલ 2023ની (IPL 2023) ફાઈનલ મેચ રમાવાની છે. આ માટે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. અમદાવાદમાં ફાઈનલની ટિકિટ માટેનું વેચાણ શરૂ થયું છે. જેમાં ઓનલાઈન બાદ ઓફલાઈન ટિકિટ ખરીદવા માટે લાઈન લાગી હતી. ટિકિટ વિન્ડો પર જબરદસ્ત ભીડ ઉમટી હતી.

IPL 2023 ની ટિકિટ ઓનલાઈન પણ વેચાઈ હતી પણ ગણતરીની મિનિટમાં જ તે વેચાઈ ચૂકી હતી. બીજી તરફ ઓફલાઇન ટિકિટ પણ વેચવામાં આવી હતી. આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે 50 હજાર ટિકિટો પ્રિન્ટ કરાવવામાં આવી હતી, જેમાંથી ઘણી ટિકિટ વિન્ડો પર વેચવામાં આવી હતી. ‘ટિકિટ મેળવવા માટે સખત લાંબી લાઈન હતી અને મોટાભાગે જથ્થાબંધ ટિકિટ ખરીદવામાં આવી હતી, જેના કારણે થોડી જ ટિકિટો ઉપલબ્ધ રહી. આજે ફરી ટિકિટ આપવામાં આવશે.

IPL 2023ની ફાઈનલની ટિકિટ લેવા ભીડ
IPL 2023 ની ફાઇનલ મેચની ટિકિટ માટે લોકોએ ટિકિટ બારી પર લાંબી લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું. ટિકિટ માટે પડાપડી જોવા મળી હતી. તો કેટલાક ક્રિકેટ ચાહકોને ટિકિટ ન મળતા નિરાશ થવાનો વારો આવ્યો હતો, તેમણે નિરાશ થઈ પરતફરવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

આજે નક્કી થશે ફાયનલ માટેની ટીમ
ચેન્નઈ સુપર કિંગ્સ પહેલાથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આઈપીએલ 2023ની ટ્રોફી જીતવા માટે તેની ટક્કર કોની સાથે થશે તે ચિત્ર આજે સ્પષ્ટ થશે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર રાઉન્ડ 2 માટે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. જે ટીમ જીતશે તે ચેન્નઈ સામે ફાઈનલમાં રમશે

    follow whatsapp

    ADVERTISEMENT