Gandhinagar: પોલીસ ભરતી મામલે સરકાર એક્શનમાં, લોકરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે મોટી કાર્યવાહી

ADVERTISEMENT

Gandhinagar News
Gandhinagar News
social share
google news

Gandhinagar News: રાજ્ય સરકારે લોકરક્ષક ભરતી 2021માં ભરતી પ્રક્રિયા દરમિયાન થયેલ ગેરરીતિ મામલે એક્શન લીધી છે. ઉમેદવારોના હિતમાં અને ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે સરકારે નિર્ણય કર્યો છે કે, 37 ઉમેદવારોને સરકારની તમામ ભરતીમાં આગામી ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરવવામાં આવે છે.

લોકરક્ષક ભરતીમાં ગેરરીતિ કરનારા સામે એક્શન

2021 ની લોકરક્ષકની ભરતીમાં નોકરી મેળવવા માટે 31 ઉમેદવારે પૈસા આપીને સેટિંગ કર્યું હતું, જે તમામ ઉમેદવારોને રાજ્ય સરકારે તમામ ભરતી માટે 3 વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. તો આ જ ભરતીમાં 2 ઉમેદવારો પાસેથી મોબાઇલ અને સાહિત્ય તેમજ 3 ઉમેદવારોએ કોલ લેટર સાથે ચેડા કર્યા અને 1 ઉમેદવારે અન્ય ઉમેદવારની અરજી રદ્દ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ રીતે 37 ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં કરેલી ગેરરીતિ મામલે રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવી છે. આ મામલે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપવામાં આવી છે.

ગેરરીતિ કરનાર 37 ઉમેદવારોનું લિસ્ટ

 

જુઓ આખી યાદી: View PDF

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT