મોરબીમાં કુલ 60 થી વધારે લોકોનાં મોતનો સ્થાનિક MLA નો દાવો
મોરબી : આજનો દિવસ ખુબ જ ગોઝારો સાબિત થયો હતો. રાજાશાહી સમયનો ઝુલતો બ્રિજ તુટી પડવાના કારણે 400 થી વધારે લોકો નદીમાં પડ્યાં હતા. હાલ…
ADVERTISEMENT
મોરબી : આજનો દિવસ ખુબ જ ગોઝારો સાબિત થયો હતો. રાજાશાહી સમયનો ઝુલતો બ્રિજ તુટી પડવાના કારણે 400 થી વધારે લોકો નદીમાં પડ્યાં હતા. હાલ તો રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જો કે અત્યાર સુધીમાં કુલ 60 થી વધારે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાનો સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો પણ હોવાનું સામે આવી રહ્યું છે. જો કે અધિકારીક રીતે હજી સુધી આ અંગે કોઇ માહિતી નથી મળી રહી. પરંતુ 30 થી વધારે લોકોના મૃતદેહોને કન્ફર્મ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અમિત શાહ સાથે વાત કરી હતી.
– 60 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાનો સ્થાનિક ધારાસભ્ય કાન્તિ અમૃતિયાનો દાવો
– 50 થી વધારે લોકોને બેભાનાવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
– કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે.
– કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને 4-4 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાનો
– 10 થી વધારે બાળકોનાં મૃત્યુ થયા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT