Mehsana બેઠક પર ભાજપમાં ટિકિટ માટે લોબિંગ શરૂ, પાટીદાર સમાજના ઉમેદવારની પસંદગી નક્કી!

ADVERTISEMENT

પાટીદાર સમાજનો ઉમેદવાર હશે તે નક્કી!
Loksabha Election 2024
social share
google news

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી બસ હવે થોડા દિવસમાં જાહેર થઇ જશે એવામાં ભાજપ પણ તેમના ઉમેદવારોની બીજી યાદી એક-બે દિવસ માંજ જાહેર કરી શકે છે. ગુજરાતની 26 બેઠકોમાંથી 15 બેઠકો પર નામની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે બાકીની 11 બેઠકો પર નામોને લઈ ચર્ચા ચાલી રહી છે. એવામાં રાજકારણની પ્રયોગશાળા ગણાતી મહેસાણા બેઠક નીતિન પટેલે ઉમેદવારી પછી ખેંચ્યા બાદ ચર્ચામાં આવી છે. મહેસાણા બેઠક પર ટિકિટ માટે જબરજસ્ત લોબિંગ શરુ થઈ ચૂક્યુ છે. સ્વચ્છ પ્રતિભા ધરાવતા શારદાબેનને ઉમરના કારણે જો બીજી વાર રિપિટ ન કરાય તો તેમના સ્થાને કોણે ટિકિટ અપાશે તેના પર અનેક તર્ક વિતર્ક છે.

પાટીદાર સમાજનો ઉમેદવાર હશે તે નક્કી!

એવામાં આ વખતે આ બેઠક પર એવું માનવામાં આવી રહ્યું છે કે મહિલા ઉમેદવારના સ્થાને કોઈ પુરુષ પાટીદાર ચહેરો મેદાને જોવા મળી શકે છે. જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલનું નામ પણ ટિકિટ માટે ચર્ચામાં છે. તો બીજું એક મોટું નામ કડી વિદ્યાલયના સરદારભાઈનું છે તે પણ આ બેઠકના પ્રબળ દાવેદાર ઉમેદવાર ગણી શકાય છે. કોને ટિકિટ મળે એ તો હવે જોવાનું રહ્યું પરંતુ રાજીય સમીકરણોને જોતા અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે મહેસાણાથી પાટીદાર સમાજનો ઉમેદવાર જ ઉતારવામાં આવી શકે છે. 

મહેસાણા બેઠક માટે જુઓ રાજકીય ગણિત

લોકસભા અંતર્ગત આવતી સાત પૈકી ચાર બેઠક પર પાટીદાર તો ત્રણ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ જોવા મળે છે તો એવામાં પાડોશમાં પાટણમાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ ફળવાઈ ચુકી છે. એટલે એ નક્કી જ છે કે મહેસાણાથી પાટીદાર ઉમેદવાર અને એ પણ કડવા પાટીદાર સમાજમાંથી ટિકિટ મળી શકે છે. જો કે કડવા પાટીદારમાં ચોર્યાસીના ગોળ કે પછી બેતાલીશના ગોળના પ્રતિનિધિને ચાન્સ અપાશે તેના પર અનેક તર્ક વિતર્ક છે. રજનીભાઈ પટેલ કડવા પાટીદારમાં ચોર્યાસીના ગોળના છે. જ્યારે એમ.એસ પટેલ ઊંઝા પાટીદાર સમાજના છે. ત્યારે જો બેતાલીશના ગોળના વ્યક્તિને ટિકિટ અપાય તો ડોક્ટર એ.કે પટેલના પુત્ર એવા ડૉક્ટર ધનેશ પટેલનું નામ હોય શકે છે.  

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT