ઘોર બેદરકારી! નવસારીમાં પ્રાથમિક શાળામાં મીડ-ડે મીલમાં આપેલી દાળમાંથી ગરોળી નીકળી
રોનક જાની/નવસારી: નવસારીના ચીખલી તાલુકાના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મીડ ડે મીલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોને પીરસવામાં આવતી દાળની અંદરથી…
ADVERTISEMENT
રોનક જાની/નવસારી: નવસારીના ચીખલી તાલુકાના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા મીડ ડે મીલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બાળકોને પીરસવામાં આવતી દાળની અંદરથી ગરોળી મળી આવતા હોબાળો મચી ગયો હતો. ભૂલકાઓને આપવામાં આવતા ભોજનમાં આ ગંભીર બેદરકારી કહી શકાય. ઘટના બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
મધ્યાહન ભોજનમાં આપેલી દાળમાં ગરોળી
વિગતો મુજબ ચીખલીના પીપલગભણ ગામની પ્રાથમિક શાળામાં રોજની જેમ આજે પણ મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળામાં બાળકો જમવા બેઠા હતા. બાળકોને ભાત પર દાળ રેડવામાં આવી ત્યારે થાળીમાં ગરોળી દેખાઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં શાળામાં તૈયાર થતા મીડ-ડે મિલને બંધ કરીને ખાનગી સંસ્થા ‘નાયક ફાઉન્ડેશન’ને નવસારી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજનનું વિતરણ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેની સામે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
નાયક ફાઉન્ડેશનને મળ્યો છે મીડ-ડે મીલનો કોન્ટ્રાક્ટ
આ અગાાઉ 2017માં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નાયક ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે અવાજ ઉઠાવ્યો હતો. અગાઉ પણ ઘણી વખત શાળામાં ભોજનમાંથી જીવડા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે. આજે ફરી એકવાર દાળની અંદર ગરોળી હોવાનું સામે આવતા તેની માહિતી માહિતી પ્રાથમિક શિક્ષણ વિભાગને આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે શિક્ષણ વિભાગ કોઈ પગલા લઈને આ સંસ્થાનું મિડ-ડે મિલ કોન્ટ્રાક્ટ કેન્સલ કરે છે કે પછી જૈસે થે વૈસેની જેમ ફરી બધું ચાલવા દેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT