‘મંત્રી પદ મારા કારણે નહીં, તમારા કર્મોને કારણે ગયું’- યુવરાજસિંહે કયા પૂર્વ મંત્રી પર નિશાન સાધ્યું?
ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલી રહેલા પરીક્ષાઓના ભાંડાફોડને લઈને સતત સિસ્ટમમાં રહેલી ત્રુટીઓ અંગે આપ નેતા યુવરાજસિંહ જાડેજા વીડિયો કે મીડિયા સમક્ષ આવીને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને છત્તી…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલી રહેલા પરીક્ષાઓના ભાંડાફોડને લઈને સતત સિસ્ટમમાં રહેલી ત્રુટીઓ અંગે આપ નેતા યુવરાજસિંહ જાડેજા વીડિયો કે મીડિયા સમક્ષ આવીને પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને છત્તી કરવાના પ્રયાસ કર્યા છે. તેમણે આજે લાઈવ વીડિયોમાં પોતાના મનની વેદના ઠાલવી હતી. આ દરમિયાન તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, સિંહ પર ઘા કરી લેજે પણ સિંહના બચ્ચાને કે પરિવારને કાંઈ થયું તો છોડીશ નહીં. ઉપરાંત તેમણે ઘણી વખત ઈમોશનલ થતા કહ્યું કે, મંત્રી પદ તમારા મારા કારણે નહીં તમારા કુકર્મોને કારણે ગયા છે.
યુવરાજસિંહ ભાવુક થયા, નારાજ થયા, નિરાશ થયા
યુવરાજસિંહે કહ્યું કે, પેટમાં તેલ રેડાય અને ખોટી રીતે ચિતરવામાં આવે તે હું સહન નહીં કરી લઉં. આજે વીડિયોમાં તે ઘણી વખત ભાવુક પણ થયા હતા, નારાજ થયાા હતા અને ઘણી વખત નીરાશ પણ થયા હોવાનું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, હું કાંઈ આંદોલનકારી જન્મ્યો નથી આંદોલનકારી બનાવવામાં આવ્યો છું. જ્યાં જ્યાં ખોટું થયું ત્યાં અમે લડ્યા છીએ. મારા બાળકનું ભવિષ્ય જોવાનું છે, હું એક્સાઈટ થઈ જઈશ તો તકલીફ પડી જશે.
અરવલ્લીઃ 15-20 લોકોએ જુની અદાવતને લઈ એક વયક્તિને અધમૂઓ થાય ત્યાં સુધી ઢોર માર માર્યો
કયા પૂર્વ મંત્રી પર કર્યો ઈશારો?
તેમણે કહ્યું કે, વ્યવસ્થા સુધરે તેના માટે સતત પ્રયત્નો કર્યા છે, હવે ઉંધુ થઈ રહ્યું છે, કઈ રીતે એને ફસાવવો, ખોટા પુરાવા ઊભા કરી ફસાવવો આ જ કાવાદાવા થઈ રહ્યા છે. હું કોઈના કહ્યેથી રોકાવાનો નથી, લોભ લાલચ, પ્રલોભનો આવ્યા છે. 2 કરોડ સુધીના પ્રલોભનો આવ્યા છે પણ મેં સ્વિકાર્યા નથી. ખરીદાય નહીં એટલે યુવરાજસિંહને પાડી દો, આપણા સમાજને, આપણા વિસ્તારોને બદનામ કરે છે, એટલે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવાઈ રહી છે. ખોટી રીતે ફસાવવાના સાહેબ. તંત્રને ખુંચે છે કે ગમે ત્યારે માહિતી આપે છે સચોટ જ હોય છે. આવનારા દિવસોમાં નામ જોગ એક એકને ખુલ્લા પાડીશ. જે મને મળવા આવ્યા તેમને ખુલ્લા પાડીશ, જેમણે મને ખોટી રીતે ફસાવવા, ધમકાવાના પ્રયાસ કર્યા છે તેમને હું નહીં છોડું. જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિણામને ઉંણી આંચ પણ આવી હું નહીં છોડું. હશે તમારા રાજકીય છેડા, રાજકારણમાં હશો. તમારા પદ ગયા છે મારા કારણે મને ખબર છે. તમે મંત્રી હતા, તમારું મંત્રી પદ મારા કારણે જતું રહ્યું છે, એ તમારા કર્મને કારણે ગયું છે. તમારી હજારો કરોડની સંપત્તિઓ જે ખોટા બેઈમાનીના ધંધાથી બનાવી છે તેના કારણે ગયું છે. તમે એવા હજારો વ્યક્તિની હાયો લીધી છે એના કારણે ગયું છે. જો તમને એવો વહેમ હોય તો કાઢી નાખો, તમારા કર્મ ખોટા હતા, તમારા ધંધા ખોટા હતા એના કારણે ગયું છે. હાથ ચાલાકી કરવામાં બાકી રાખી નથી, પણ મેં સહન કર્યું છે. જે હું છું નહીં તેવો મને ચિતરવામાં આવે છે. શા માટે તમારી દુકાનો બંધ થાય છે તેના માટે. મેં સરકારનું શું ખરાબ કર્યું. તમારી સિસ્ટમમાં સડો હતો તે સડો મેં દૂર કર્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT