‘એક કટોરી, બે સમોસા, ભાજપ….’ ભગવંત માને રોડ શોમાં જાણો શું કહ્યું, ‘મેં પહેલીવાર ખાડામાં રસ્તો જોયો’

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને, સ્થાનીક નેતાઓથી માંડી, વિવિધ રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અહીં સુધી કે દેશના વડાપ્રધાન પણ પ્રચાર પ્રસાર માટે ગુજરાત આવી ગયા છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કપરાડામાં રોડ શો કર્યો હતો. દરમિયાન તેમણે કાર થોભાવીને લોકો સાથે બે ઘડી સંબોધન કરતાં વાત કરી હતી. તેમણે આ દરમિયાન આગામી ચૂંટણીમાં ભાજપને ઉખાડી ફેંકવા અને કોંગ્રેસ પર ભરોસો ન મુકીને આમ આદમી પાર્ટીને મત આપવા કહ્યું હતું.

ભગવંત માને આ દરમિયાન રોડ રસ્તાને લઈને પણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં રસ્તા પર ખાડા પડેલા જોયા છે પરંતુ ખાડામાં રસ્તો પહેલી વખત અહીં જોયો છે. તેમણે આ દરમિયાન પોતાની શેર અને શાયરીના અંદાજને પણ લોકો સમક્ષ રજુ કર્યો હતો. તો આવો જોઈએ તેમનો રોડ શો અને તે રોડ શોમાં તેમણે લોકોને શું કહ્યું છે. જુઓ વીડિયો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT