વિદેશી ભુરિયાઓને ભજન સાંભળીને તમે ડાયરાના કલાકારોને પણ ભુલી જશો

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/ ગોધરા : લો બોલો આપણા ભારતના લોકો વિદેશી સંસ્કૃતિની પાછળ ઘેલા થઇ રહ્યા છે. તેના અનેક વીડિયો સામે આવતા રહે છે. આવો જ એક વીડિયો હાલ દાહોદમાંથી પણ સામે આવ્યો છે. જેમાં વિદેશી કલાકારો ભજન ગાઇ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિનો ક્રેઝ વિદેશમાં ખુબ જ વધી રહ્યો છે. આજે લીમડી ખાતે વિદેશી કલાકારોએ મંત્ર યોગ ભજન શ્લોક દ્વારા ભારતીય સંસ્કૃતિને દર્શાવતું સાંસ્કૃતિક પ્રોગ્રામને રજૂ કર્યો હતો.

વિદેશી નાગરિકો ભારતીય સંસ્કૃતિ પાછળ ઘેલા થયા
આજના યુવાનો વિદેશી સંસ્કૃતિ પાછળ ગાંડા થાય છે. આપણી બહુમૂલ્ય ભારતીય સંસ્કૃતિ ભૂલી ગયા છે. ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં 40 વિદેશી સહજયોગી 40જેટલા વિદેશી કલાકારો દ્વારા ભવ્ય ભારતીય સંસ્કૃતિની પ્રસ્તુત કર્યો હતો. વિદેશી કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરાતા ભારતીયોને ગર્વ થાય તેવા કાર્યક્રમનું આયોજન થયું હતું. લીમડી નગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પ્રોગ્રામને જોવા લોકો ઉમટી પડ્યા હતા.

ઝાલોદ તાલુકાના લીંબડી ખાતે આયોજીત કાર્યક્રમ
ઝાલોદ તાલુકાના લીમડી નગર ખાતે માતાજી નિર્મલા દેવી ટ્રસ્ટ દ્વારા આયોજિત યોગધારા કાર્યક્રમ ગુરૂવાર સાંજે બીપી અગ્રવાલ હાઇસ્કુલ લીમડી ખાતે આવેલા 40 વિદેશી કલાકારો દ્વારા યોગનો પ્રકાશ બતાવવાનો ઉદ્દેશ સાથે ભવ્ય ભજન સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદેશી કલાકારો દ્વારા ભારતીય સંસ્કૃતિ કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના ભાગરૂપે મુખ્ય મહેમાન તરીકે દાહોદ એસપી સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.

40 વિદેશી કલાકારો 13 રાજ્યોમાં કાર્યક્રમ આયોજીત કરશે
40 વિદેશી કલાકારો દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત વાદ્ય સંગીત તથા શાસ્ત્રીય નૃત્ય દ્વારા યોગ અને ધ્યાન સાથે સાક્ષતકારનો અનુભવ કરાવ્યો હતો. આ વિદેશી સાધકો ભારત પ્રવાસ દરમિયાન 22 માર્ચ સુધી દેશના વિવિધ 13 રાજ્યોમાં યોગધારા કાર્યક્રમના માધ્યમથી યોગ પ્રચાર કરશે. આ સાધકો ઈટલી, જર્મની, કેનેડા, રોમાનિયા, હંગેરી, તાઇવાન, ઓસ્ટ્રિયા, યુકે, લંડન, ફ્રાંસ, આયર્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા વગેરેમાંથી ભારત પહોંચ્યા હતા. લીમડી ખાતે યોગધારા કાર્યક્રમમાં પુષ્કળ પ્રમાણમાં લોકોનો સાથ અને સહયોગ મળ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT