AAP ના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, હરભજન સિંહ વિધાનસભાની પીચ પર નાખશે ગુગલી
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધારે આક્રમક થઇ રહી છે. ગુજરાતમાં આજે આમ…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટી વધારે આક્રમક થઇ રહી છે. ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી બહાર પાડી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા આક્રમક પ્રચાર માટેની રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીને છેલ્લી ઘડીએ મજબુત કરવા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી.
જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, મનિષ સિસોદિયા, સંજયસિંહ, રાઘવ ચડ્ડા, સરદાર હરભજન સિંહ, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, મનોજ સોરઠીયા, જગમાલ વાળા, રાજુ સોલંકી, પ્રવિણ રામ, યુવરાજસિંહ જાડેજા, ગૌરી દેસાઇ, મથુર બલદાણીયા, અજીત લેખી, રાકેશ હીરપરા, બલજિંદર કૌર અને અનમોલ માનનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટર હરભઝપ સિંહ પણ આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર કરવા માટે ગુજરાતમાં ઉતારવામાં આવશે. અત્યાર સુધી હરભજનને ગુજરાત પ્રચારથી દુર રખાયા હતા. જો કે છેલ્લી ઘડીની તૈયારીના ભાગરૂપે હવે હરભજનસિંહ પણ ગુજરાતની વિધાનસભા પીચ પર પોતાની ગુગલી નાખતા જોવા મળશે. આ ગુગલીનો જાદુ કેટલો ચાલે છે તે તો સમય જ કહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT