રાજકોટમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ, પંજાબ કનેક્શન આવ્યું સામે, અધિકારીઓ ગણતરી કરતા થાક્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શીસાંગીયા, રાજકોટઃ રાજ્યમાં નશાનો કાળો કારોબાર ચાલતો હોવાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ગાંધીના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં રોજ ક્યાંક ને ક્યાંથી તો દારુ ઝડપાય છે. રાજકોટમાં ફરીએકવાર મોટી સંખ્યામાં દારુ ઝડપી લેવામાં આવ્યો છે. બે ટ્રક ભરીને દારુ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. અધિકારીઓએ દારુની પેટીઓ ગણવાનું શરુ કર્યું છે.

રાજ્યમાં દારુબંધી હોવા છતાં અનેક જગ્યાઓ પર બુટલેગરો બેફામ બન્યા છે. ગુજરાતમાં દારુ ઘૂસાડવા માટે બુટલેગરો કોઈને કોઈ તરકીબ અજમાવતા રહે છે. હિરાસર GIDCમાં સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડીને દારુ ભરેલી બે ટ્રક ઝડપી પાડી છે. લાખો રુપિયાનો દારુ ઝડપાતા અધિકારીઓએ દારુની પેટીઓની ગણતરીઓ શરુ કરી છે. ટોલનાકા સિવાય અન્ય સ્થળોએથી પણ ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું બુટલેગરોનું કાવતરુ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.

દારુ ઝડપાવાના કેસમાં નવો વળાંક દારુનો જથ્થો ઝડપાવાના કેસમાં હવે નવો વણાંક આવ્યો છે. રાજસ્થાન પાર્સિંગની કારમાં આ દારુનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો હતો. દારુના બંને ટ્રક પંજાબથી આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે દારુની પેટીઓની ગણતરી કરતા હવે અધિકારીઓ થાકી ગયા છે. એટલી જંગીમાંત્રામાં દારુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કે હવે જપ્ત કરેલો સામાન રાખવા માટે પોલીસ સ્ટેશનમાં પણ જગ્યા નથી.

ADVERTISEMENT

અધિકારીઓ દારુની પેટીની ગણતરીમાં થાક્યા
રાજકોટ હિરાસર એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરોડની કામગીરી દરમિયાન બે ટ્રેક ભરીને દારુ મળી આવ્યો હતો. જો કે આ દારુનો જથ્થો કોના માટે લાવવામાં આવ્યો હતો અને કોના કહેવાથી લાવવામાં આવ્યો હતો તેની જાણકારી નથી મળી પણ પોલીસ વિભાગે સ્થળ, નામ ઠામ સહિતની વિગતો મેળવવા માટે તપાસ શરુ કરી છે. અત્યાર સુધીમાં કુલ 1008 પેટી ઝડપાઈ છે. પરંતુ હજુ પણ ગણતરી ચાલુ જ છે.

દારુનો જથ્થો હત્યાના આરોપીનો ?
જંગી માત્રામાં દારુનો જથ્થો ઝડપાવાના કેસમાં એક મહત્વપૂર્ણ વાત સામે આવી છે કે આ દારુનો જથ્થો આરોપી હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. હત્યાના કેસમાં જેલમાંથી છુટેલા એક વ્યક્તિનો દારુનો જથ્થો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ દારુનો જથ્થો ટોલનાકા સિવાય અન્ય સ્થળોએથી પણ પહોંચાડવામાં આવતો હતો. ગુજરાતમાં દારુબંધીની સુફિયાણી વાતો ભલે કરવામાં આવતી પણ રોજ ક્યાંક ને ક્યાંક આટલી માત્રામાં દારુ ઝડપાય છે જે પોલીસની કામગીરી પર પણ સવાલો ખડા કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT