40 લાખના દારુ સાથે ગુજરાતમાં ઘૂસવાની તૈયારીમાં હતા બે શખ્સોઃ મવાલ ચોકી પર જ દબોચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર.બનાસકાંઠા: રાજસ્થાનની માવલ પોલીસ ચોકી પર રૂટિન ચેકીંગ દરમિયાન રાજસ્થાન ગુજરાતને જોડતી બોર્ડર માવલ પરથી દારૂ ભરેલું કન્ટેનર ગુજરાતમાં પ્રવેશે તે પહેલા પકડી પાડી કાયદેસરની કાર્યવહી કરી છે. આ દારૂ જથ્થો તેમજ મુદ્દામાલ અંદાજિત ૪૦ લાખથી વધુનો માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કોને આપવાની હતી દારુની ડિલિવરી?

ગુજરાતમાં દારૂ બંધી છે. જોકે તેમ છતાં રાજસ્થાન અને તેની સરહદે આવેલા અન્ય જિલ્લાઓમાંથી બૂટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડવા પ્રયત્નશીલ હોય છે. જોકે રાજસ્થાનના ગુજરાત સરહદને અડીને આવેલી માવલ ચેકપોસ્ટ પર, નવનિયુક્ત એસપીએ કડક વાહન ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં માવલ ચેકપોસ્ટ પાર કડક ચેકીંગ કરવામાં આવતા રાજસ્થાન તરફથી આવતા એક કન્ટેનર પર શંકા જતા ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા તેને રોકાવી તાપસ કરતા તેમાં પંજાબનો વિદેશી દારૂ ભરેલો જોઈ પોલીસ ચોકી ઉઠી હતી. જે બાદ પોલીસે આ દારૂ ગુજરાતમાં ઘૂસણખોરી કરવા પ્રયત્નશીલ ચાલક અને ક્લિનરની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.

રાજકોટઃ ટામેટાની કેક અને લોકોમાં પણ વહેંચ્યા ટામેટા, બાળકના જન્મ દિવસની કટાક્ષ સાથે ઉજવણી

આ કેસમાં માવલ પોલીસ દ્વારા વિદેશી દારૂની પેટીઓ નંગ 586 સહીત કુલ 40 લાખનો મુદ્દામાલ કબજે લઇ, ઝડપાયેલા આરોપી (૧) પ્રકાશ ધરમાં રામ જાટ રહે બાડમેર, (૨) ગણેશ વિંઝારમ જાટ રહે બાડમેરની ધરપકડ કરી છે. સાથે જ આ વિદેશી દારૂ ગુજરાતમાં ક્યાં લઇ જવામાં આવતો હતો અને આવા નશીલા પદાર્થની હેરાફેરી પાછળ કોણ છે.? તેની તપાસનો દોર ચલાવ્યો છે. જોકે મોટી કિંમતનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસે તે પહેલા જ રાજસ્થાન પોલીસે તેને ઝડપી પાડતા, ગુજરાત પોલીસે હાંશકારો અનુભવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT