ગુજરાતમાં દારૂબંધી: રક્ષક-શિક્ષક બંન્ને દારૂના નશાની હાલતમાં ઝડપાયા
સુરેન્દ્રનગર : જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ બેડામાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના PSI વિરુદ્ધ જ ફરિયાદ દાખલ થઇ હતી. હાલ સમગ્ર મામલે અનેક…
ADVERTISEMENT
સુરેન્દ્રનગર : જિલ્લાના ધ્રાંગધ્રા પોલીસ બેડામાં ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના PSI વિરુદ્ધ જ ફરિયાદ દાખલ થઇ હતી. હાલ સમગ્ર મામલે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે, PSI વી.બી વસાવા નશાની હાલતમાં હોવાના કારણે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.
જો રક્ષક જ ભક્ષક બને તેવી સ્થિતિ ધ્રાંગધ્રામાં સર્જાઇ હતી. પોલીસ કોન્સ્ટેબલે PSI વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં PSI વી.બી વસાવા નશાની સ્થિતિમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેના પગલે સુરેન્દ્રનગર પોલીસ બેડામાં ખળભળાટ મચી ચુક્યો છે. આ ફરિયાદ બાદ પોલીસ વિભાગમાં પણ ચકચાર મચી ગઇ છે. પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
બીજો પણ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં બાળકો જેમની પાસે શિક્ષા-દિક્ષા લેવા જાય છે તેવા શિક્ષક દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે. બીજા કોઇએ નહી પરંતુ ખુદ શિક્ષણાધિકારીએ તેને રંગેહાથ ઝડપી લીધા છે.ઘટનાની વિગતે વાત કરીએ તો મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં શનિારે મહીસાગર શિક્ષણાધિકારી અવનીબા મોરીને ફરિયાદ મળી હતી. જેના આધારે તેઓ વાછલાવાડા પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા. ત્યાં ફરજ પરના શિક્ષક કે જેઓ આચાર્ય પણ છે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.
ADVERTISEMENT
પ્રિંસિપાલ સાથેની વાતચીતમાં શિક્ષણાધિકારીને શંકા જતા તપાસ કરી હતી. થોડા ક સમાન્ય સવાલો પુછવામાં આવતા તેઓ થોથવાવા લાગ્યા હતા. તેમના કામમાં પણ કેટલીક શંકાસ્પદ અને અયોગ્ય વસ્તુઓ જોવા મળી હતી. જેથી તેમને લઇને શિક્ષણાધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં સત્યતાની તપાસ બાદ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. આવા શિક્ષકોના હાથમાં ગુજરાતનું ભવિષ્ય છે.
ADVERTISEMENT