દાહોદમાં પોલીસ સ્ટેશનમાંથી જ દારૂની 23 પેટીઓ ચોરાઈ, CCTV જોતા પોલીસ જ ચોર નીકળી
શાર્દુલ ગજ્જર/દાહોદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો-કરોડોનો દારૂ દર વર્ષે રાજ્યમાં ઘુસાડાય છે. પોલીસ દ્વારા ઘણીવાર દારૂની હેરાફેરી અને પીનારા લોકોને પકડવામાં આવતા હોય છે,…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર/દાહોદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો-કરોડોનો દારૂ દર વર્ષે રાજ્યમાં ઘુસાડાય છે. પોલીસ દ્વારા ઘણીવાર દારૂની હેરાફેરી અને પીનારા લોકોને પકડવામાં આવતા હોય છે, પરંતુ રાજ્યમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં પોલીસ સ્ટેસનમાંથી જ દારૂની ચોરીની ઘટના બની છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ, GRD જવાન સહિત 15 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્ટેટ વિજિલન્સે 44 લાખનો દારૂ પકડ્યો હતો
હકીકતમાં ગત 20મી ઓગસ્ટના રોજ સ્ટેટ વિજિલન્સની ટીમે 44 લાખ ઉપરાંતનો દારૂ પકડ્યો હતો. આ દારૂના જથ્થાને પીપલોદ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. ત્યારે દાહોદના SPને માહિતી મળી હતી કે પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી અમુક દારૂની પેટીઓ ગાયબ થઈ છે. આથી તેઓ અહીં પહોંચ્યા હતા અને દારૂની પેટીની ગણતરી કરવામાં આવતા 23 પેટી દારૂ ગાયબ મળ્યો હતો.
પોલીસ સ્ટેશનમાંથી દારૂ ચોરાઈ ગયો
આ અંગે લીમખેડાના DySP વિશાખા જૈને માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત 20 ઓગસ્ટના રોજ લીમખેડા પોલીસ સ્ટેશનની હદમાં SMCની રેડમાં 916 પેટી દારૂ પકડવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ રૂમમાં આ પેટીઓ મુકવામાં આવી હતી. દરમિયાન કેટલાક લોકોએ પેટીઓ ગાયબ કરી હોવાની માહિતી SPને મળી હતી. તેમણે ત્વરીત પગલા લેતા તપાસના આદેશ આપ્યા અને તેમની હાજરીમાં દારૂની પેટી ફરી ગણવામાં આવી જેમાં 23 પેટી દારૂ ઓછો નીકળ્યો હતો. સીસીટીવી તપાસ કર્યા બાદ 15 લોકો સામે ચોરી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
15 લોકો સામે ગુનો નોંધાયો
ખાસ વાત એ છે કે, દારૂની ચોરીની આ ઘટનામાં પોલીસની જ સંડોવણી સામે આવી છે. પોલીસે ગુનો નોંધ્યો છે તે 15 આરોપીઓમાં 1 પોલીસ કોન્સ્ટેબલ, 7 GRD જવાન, 1 TRB જવાન, 2 મજૂર અને 4 પબ્લિકના માણસો છે. આ 15 આરોપીઓમાંથી 8 આરોપીઓને ઝડપીને તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT