VIDEO : સિંહણ ગાય પાછળ દોડતા બંને કૂવામાં ખાબક્યા, ગાંગડા ગામે વનવિભાગે કર્યું દિલધડક રેસ્ક્યૂ

ADVERTISEMENT

Lion rescue
સિંહણનું રેસ્ક્યૂ
social share
google news

Gir Lion Rescue : ઉના તાલુકાના ગાંગડા ગામના ભાણાભાઈ સિંધવના ખેતરમાં ગાયનો શિકાર કરવા જતા સિંહણ અને ગાય બંને કૂવામાં ખાબક્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ ખેડૂતે વનવિભાગને કરી હતી. ત્યારબાદ સિંહણને બચાવવા વનવિભાગે વરસતા વરસાદમાં દીલધડક રેસ્ક્યૂ કર્યું હતું.  રેસ્ક્યૂ કરી સિંહણને જીવીત અને સહી સલામત બહાર કાઢીને સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટર પર ખસેડવામાં આવી હતી. તો કૂવામાં પડેલી ગાયનું મોત થતા તેનો મૃતદેહ પણ બહાર કઢાયો હતો. આ ઘટનાની જાણ આસપાસ લોકોને થતાં ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

દિલધડક રેસ્ક્યૂ કરીને સિંહણને પાંજરે પૂરાઈ

વન વિભાગની ટીમે સ્થળે પહોંચીને તપાસ કરી હતી. વહેલી સવારે શિકાર પાછળ દોડતી વખતે અકસ્માતે આ સિંહણ અને ગાય કૂવામાં ખાબક્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જ્યારબાદ વન વિભાગની ટ્રેકર્સ ટીમના સભ્યોને ​​​​​​​સલામત રીતે કૂવામાં ​​​​​​​ઉતરીને સિંહણ અને મૃતગાયના મૃતદેહને બહાર કાઢ્યા હતા.

ગાયના શરીર પર​​​​​​​ હુમલાના નિશાન

ગાયના શરીર પર સિંહણે કરેલા હુમલાના નિશાનો જોવા મળ્યા હતા. જેથી સ્પષ્ટ થાય છે કે જ્યારે સિંહણ ગાયનો શિકાર કરતી હતી, તે સમયે ગાય અને સિંહણ બન્ને આકસ્મિક રીતે જ કૂવામાં પડ્યા હોવાનો અંદાજ છે.

ADVERTISEMENT

(ઇનપુટ - ફારુક કાદરી, અમરેલી)

    follow whatsapp

    ADVERTISEMENT