અમરેલીમાં સિંહણે યુવક પર હુમલો કર્યો, વનતંત્ર દોડતું થયું
અમરેલી: જિલ્લાને સિંહોનો ગઢ માનવામાં આવે છે. એક તરફ અમરેલીમાં સિંહોની પજવણીના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સિંહ અને દીપડાના માણસો…
ADVERTISEMENT
અમરેલી: જિલ્લાને સિંહોનો ગઢ માનવામાં આવે છે. એક તરફ અમરેલીમાં સિંહોની પજવણીના સતત કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ સિંહ અને દીપડાના માણસો પરના હુમલાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પીપાવાવ પોર્ટ નજીક સિંહણએ હુમલો કરી યુવાનને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.
વહેલી સવારે 5થી 6 વાગ્યાના ગાળામાં પીપાવાવ પોર્ટ અંદર જેટી રોડ ઉપર પીપાવાવ પોર્ટમાં ખાનગી નોકરી પૂર્ણ કરી બસની રાહે પરપ્રાંતી યુવાન મંગળ હેગડા ઉભો હતો. આ દરમિયાન અચાનક સિંહણ-સિંહબાળ સામે આવતા મંગલ હેગડા નામના 28 વર્ષીય પરપ્રાંતી અને અન્ય સિક્યુરિટી દોડ્યા હતા. જેમાં સિક્યુરિટી ગાર્ડ ઓફિસમાં ઘુસી જતા બચાવ થયો હતો. જ્યારે મંગળ નામના યુવાન ઉપર સિંહણ દ્વારા હુમલો કર્યો હતો. ત્યારબાદ સિંહણે યુવકને ઢસડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બસ ચાલક આવતા સિંહણએ યુવાનને છોડી દીધો યુવાનને ગંભીર ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પરપ્રાંતી ઇસમને ગંભીર ઇજાઓ થતા મહુવા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
શનિવારે રાત્રે દીપડાએ બાળક પર કર્યો હતો હુમલો
હજુ શનિવારની મોડી રાત્રે રાજુલા રેન્જના જંગલ હેઠળના કાતર ગામમાં એક ઝૂંપડીમાં બાળક તેના પરિવારના સભ્યો સાથે સૂઈ રહ્યું હતું. આ દરમિયાન દીપડાએ બાળકને તેની ગરદનથી પકડી લીધો અને તેને નજીકની ઝાડીઓમાં ખેંચી ગયો હતો. પરિવારના લોકોએ હિંમત દાખવી પાછળ જતા દીપડો બાળકને મુકી ભાગી ગયો હતો. ત્યારે બાળકનું મોત થયું હતું ત્યારે રાની પશુના વધુ એક હુમલાની ઘટના સામે આવી છે. ત્યારે વનવિભાગ દોડતું થયું છે.
ADVERTISEMENT
તપાસનો ધમધમાટ શરૂ
આમરેલી જિલ્લામાં સિંહનો વસવાટ છે. પરંતુ સામાન્ય રીતે સિંહ માણસ પર હુમલો કરે તેવી ઓછી ઘટના સામે આવી છે. ત્યારે પીપાવાવ પોર્ટ વિસ્તારમાં અત્યાર સુધીમાં પહેલી ઘટના બનતા વનવિભાગમાં દોડધામ મચી છે. આ દરમિયાન સિંહણના હુમલાની ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT
ADVERTISEMENT