અમરેલીમાં સિંહે વધુ એક યુવક પર કર્યો હુમલો, લોકોમાં ભયનો માહોલ
અમરેલી: જિલ્લામાં રાની પશુના માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સિંહ અને દીપડા માનવ પર સતત હુમલા કરી રહ્યા હોવાની અનેક ઘટના સામે…
ADVERTISEMENT
અમરેલી: જિલ્લામાં રાની પશુના માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સિંહ અને દીપડા માનવ પર સતત હુમલા કરી રહ્યા હોવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે. આ દરમિયાન વધુ એક ઘટના અમરેલીના ધારી તાલુકામાં સામે આવી છે. ધારી તાલુકાના જૂના ચરખા ખાતે બકરા ચારવતા માલધારી પર સિંહે હુમલો કર્યો છે.
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા વસવાટ કરે છે. સામાન્ય રીતે સિંહ માનવ પર હુમલો નથી કરતો. પરણણતું છેલ્લા ઘણા સમયથી દીપડની માફક સિંહ પણ માનવ પર હુમલો કરતો હોવાની ઘટના સામે આવી રહી છે. ધારી તાલુકાના જૂના ચરખા ગામે 19 વર્ષીય બકરા ચરાવતા માલધારી સુરેશ નામના યુવક પર સિંહો હુમલો કર્યો હતો. સાંજના સમયે સિંહે યુવકની પીઠ પર હુમલો કર્યો હતો. ત્યારે હુમલાની ઘટનાને લઈ ઇજાગ્રસ્ત થયેલ યુવકને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યો છે.
હુમલાની ઘટનાને લઈને વનવિભાગ એક્શન મોડ પર આવ્યું છે. સરસીયા રેંજ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરી હતી. એક તરફ સિંહની પજવણીના ફોટા અને વિડીયો સતત સામે આવી રહ્યા છે . ત્યારે બીજી તરફ સિંહ અને દીપડા હવે માનવ પર હુમલાઑ કરી રહ્યા છે. સિંહો જંગલ છોડી માનવ વસાહત તરફ આવી રહ્યા હોવાના અનેક પુરાવા સામે આવી ચૂક્યા છે. શિકારની શોધમાં ગામમાં આંટાફેરા કરતાં હોવાના અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે સિંહના લોકો પર હુમલાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સામે આવ્યો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT