અમરેલીમાં બે ડાલામથ્થા સિંહ અને બે શ્વાનની થઈ લડાઈ, જુઓ જોરદાર ટક્કરનો VIDEO
ગીર પંથકએ સિંહોનો ગઢ છે. ત્યારે અમરેલી જિલ્લામાં અનેકવાર સિંહોના લટાર મારવાના વીડિયો સામે આવતા રહે છે. ત્યારે હવે અમરેલીના સાવરકુંડલાના થોરાડી ગામની ગૌશાળાના ગેઈટ પર બે શ્વાન અને બે સિંહ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બે ડાલામથ્થા સિંહ સામે બે શ્વાનની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ADVERTISEMENT

Gir Lion and Dog Fight Video Viral : ગીર પંથકએ સિંહોનો ગઢ છે. ત્યારે અમરેલી જિલ્લામાં અનેકવાર સિંહોના લટાર મારવાના વીડિયો સામે આવતા રહે છે. ત્યારે હવે અમરેલીના સાવરકુંડલાના થોરાડી ગામની ગૌશાળાના ગેઈટ પર બે શ્વાન અને બે સિંહ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બે ડાલામથ્થા સિંહ સામે બે શ્વાનની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બે સિંહને બે શ્વાન આવ્યા સામસામે
સાવરકુંડલાના થોરડી ગામે સિંહો અને શ્વાનો સામસામે આવી ગયા છે. સિંહોથી ડરવાને બદલે શ્વાનોએ સિંહો સામે ટક્કર આપી હતી. શિકારની શોધમાં આવેલા સિંહોનો ભેટો શ્વાનો સાથે થયો હતો. થોરડી ગામની ગૌશાળાના ગેઇટ પર સિંહોએ લોખંડના ગેઈટના કારણે સિંહ અને શ્વાનની અથડામણ ન થઈ. સિંહને જોઇ અંદરથી બે શ્વાન દોડી આવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. ગેઇટની બહાર સિંહ અને અંદરની બાજુ શ્વાન હતાં. આ લડાઇના અંતે બંને સિંહ જતા રહ્યાં હતાં. ત્યારબાદ ગૌશાળામાંથી કોઇ વ્યક્તિ ટોર્ચ લઈને બહાર આવે છે. આ વ્યક્તિની સાથે શ્વાન પણ બહાર આવે છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ ઘટના CCTVમાં કેદ થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT