ભાવનગરની ચિત્રા GIDC માં તૂટી લિફ્ટ, બે વ્યક્તિના મોત થયા જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ, ભાવનગર:   ચિત્રા જીઆઇડીસીમાં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટી પડતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એસ.કે. વિદ્યામંદિર સ્કૂલની બાજુમાં આવેલી GIDCમાં આ દુર્ઘટના સર્જાઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

લિફ્ટ તૂટવાના કારણે બે મજૂરોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે છ લોકોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોલ્ડ સ્ટોરેજ જીલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લગાળીયાનું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ હાલ સિવીલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે.

વૈકલ્પિક વ્યવસ્થા માટે તૈયાર કરવામાં આવી હતી લિફ્ટ 
ચિત્રા જીઆઇડીસી પાસે આવેલ માલ સામાનની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત લિફ્ટ બનાવવામાં આવી હતી. જેમાં મજૂરો લિફ્ટમાં બેસીને ઉપર જતા હતા તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી જતા બે મજૂરનું મોત થયું હતું જ્યારે છ મજૂરો ગંભીર ઈજાઓ થતા સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

લિફ્ટ તૂટવાની ઘટનાને લઈ સારવાર દરમિયાન ધાર્મિક કુમાર અખિલેશ ભાઈ વિસનગર અને જગદીશ કુમાર શર્માની મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક શ્રમિક સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે જ્યારે છ જેટલા શ્રમિકો હાલ સારવાર હેઠળ છે આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી

 રાજ્યના વિવિધ શહેરોમાં લિફ્ટ તૂટવાની ઘટનાઓ વધી રહી હોય તેવું વર્તમાનમાં લાગી રહ્યું છે. અમદાવાદ, વડોદરા બાદ ભાવનગરમાં પણ લિફ્ટ તૂટવાની ઘટના સામે આવી છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તુટવાનો બનાવ બન્યો છે. સમગ્ર ઘટનામાં બે લોકોના મોત થયાં છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયાં છે.   ત્યારે લિફ્ટ તૂટવાની ઘટનાને લઈને તંત્ર દોડતું થયું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT