લ્યો બોલો… જલસા કરવાં માટે યુવકે છાપી ચલણી નોટ, આ રીતે ફૂટ્યો ભાંડો
કૌશિક કાંઠેચા, કચ્છ: ઝડપી પૈસાદાર થવા માટે અનેક લોકો ટૂંકા રસ્તા અપનાવતા હોય છે. આ દરમિયાન એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. નખત્રાણામાં એક છકડાચાલક…
ADVERTISEMENT
કૌશિક કાંઠેચા, કચ્છ: ઝડપી પૈસાદાર થવા માટે અનેક લોકો ટૂંકા રસ્તા અપનાવતા હોય છે. આ દરમિયાન એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. નખત્રાણામાં એક છકડાચાલક યુવાને પ્રિન્ટર ખરીદી નોટ છાપી અને ખરીદી કરવાનું શરૂ કર્યું અને 10,20,50ની ડુપ્લિકેટનોટ માર્કેટમાં ફરતી પણ થઈ ગઈ હતી. પોલીસે રેડ પાડી અને પ્રિન્ટર સાથે ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સરળતાથી રૂપિયા મેળવી મોજમજા કરવા માટે નખત્રાણામાં એક છકડાચાલક યુવાને પ્રિન્ટર ખરીદી નોટ છાપવાનું શરૂ કર્યું અને રૂ.10,20 અને 50 ની નકલી નોટ છાપી બજારમાં વટાવી પણ નાખી હતી અને 100 રૂપિયાની નોટ છાપવાનું શરૂ કરતો હતો ત્યારે પોલીસે રેડ પાડી ઝડપી લીધો છે.બાતમીના આધારે ભુજ એલસીબીએ નખત્રાણાની દેવાશિષ હોસ્પિટલ પાછળ સુરલભીટ વિસ્તારમાં રહેતાં 22 વર્ષિય શ્રવણ લંબાભાઈ મલ નામના યુવકને નકલી નોટ છાપતા ઝડપી લીધો છે.તેની પાસેથી 10,460 રૂપિયાની નકલી ચલણી નોટો કબ્જે કરાઈ છે.
યુટ્યુબથી શીખ્યો નકલી નોટ બનાવવાનું
પૂછપરછમાં જાણવા મળ્યું કે, યુટ્યુબ પર નકલી ચલણી નોટ છાપવાની પ્રયુક્તિની વીડિયો જોઈ આરોપીએ નવું સ્કેનર કલર પ્રિન્ટર ખરીદયું હતું. અસલી નોટને સ્કેન કરી શરૂઆતના તબક્કે દસ, વીસ અને પચાસ રૂપિયાની નકલી નોટોની પ્રિન્ટ છાપી હતી. આ નોટો પહેલાં એક બે અસલી નોટ રાખીને માર્કેટમાં વટાવી હતી.
ADVERTISEMENT
પોલીસ ફરિયાદ થઈ દાખલ
પ્રથમ છકડામાંથી કેટલીક નકલી નોટ કબ્જે કર્યાં બાદ એલસીબીએ ઘરે રેઈડ કરતા અન્ય નોટ મળી હતી. ત્યારે અન્ય દરની નોટો સાથે 100ના દરની 85 નકલી ચલણી નોટ પણ મળી આવી હતી.આરોપી પાસેથી 50ના દરની 33, 20ના દરની 11, 10ના દરની 9 નોટની સાથે પ્રિન્ટર, મોબાઈલ ફોન, છકડો,કાગળ વગેરે મુદ્દામાલ કબ્જે કરાયો છે તેની સામે નખત્રાણા પોલીસમા ફરિયાદ દાખલ કરાઈ છે.
ADVERTISEMENT