અમરેલી: રાજુલામાં 11 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, શહેરી વિસ્તારમાં હિંસક પશુના હુમલાથી લોકોમાં ફફડાટ
હિરેન રવૈયા/અમરેલી: જંગલોના આડેધડ વિનાશ વચ્ચે હિંસક પશુઓ હવે ગામ અને શહેરો સુધી આવતા થઈ ગયા છે. ગીરમાં અનેકવાર સિંહ શિકાર માટે ગામમાં ઘુસી જતા…
ADVERTISEMENT

હિરેન રવૈયા/અમરેલી: જંગલોના આડેધડ વિનાશ વચ્ચે હિંસક પશુઓ હવે ગામ અને શહેરો સુધી આવતા થઈ ગયા છે. ગીરમાં અનેકવાર સિંહ શિકાર માટે ગામમાં ઘુસી જતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે અમરેલીના રાજુલામાં ખેતરમાં કામ કરતા પરિવારની 11 વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઝાડ નીચે ઊભેલી બાળકી પર દીપડો તરાપ મારીને કૂદ્યો હતો અને માથાના ભાગેથી પકડી લીધી હતી. જોકે બાજુમાં રહેલા લોકોએ બૂમાબુમ કરતા દીપડો ત્યાંથી નાસી ગયો હતો અને બાળકીનો બચાવ થયો હતો.
ઝાડ નીચે ઊભેલી બાળકી પર દીપડાનો હુમલો
ઘટનાની વિગતો મુજબ, રાજુલાના ભેરાઈ રોડ વાડી ભાડે રાખીને તેમાં કામ કરતા પરિવારની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. 11 વર્ષની બાળકી બદાના ઝાડ નીચે સાંજના 7.30 વાગ્યે આસપાસ ઊભી હતી. દરમિયાન દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. આ સમયે નજીકમાં ઊભેલા બાળકીના સંબંધી જોઈ જતા તેમણે બુમાબુમ કરી હતી. જે સાંભળીને દીપડો ત્યાંથી ભાગી ગયો હતો. જોકે દીપડાના હુમલામાં બાળકીને માથા પર ઈજા પહોંચી હતી.
વન વિભાગે દીપડાને પકડવા પાંજરા મૂક્યા
ઘટના બાદ બાળકીને રાજુલાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર બાદ હાલમાં સ્થિતિ સુધારા પર છે, પરંતુ તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે. બીજી તરફ વન વિભાગ પણ ઘટનાને પગલે એક્ટિવ થયું હતું અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. ત્યારે રાજુલા શહેરમાં દીપડાના હુમલાથી હાલ ભયનો માહોલ સર્જાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT