ગીરગઢડામાં બે મકાનમાં ઘૂસી ગયા બે દીપડાઃ એક મહિલા, બાળક અને ફોરેસ્ટ કર્મચારી પર હુમલો-Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવેશ ઠક્કર.ગીર સોમનાથઃ ગીરગઢડાના સુખનાથ ચોક નજીબ રહેણાક મકાનમાં બે દીપડા ઘૂસી ગયાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. અહીં ઘરમાં અચાનક દીપડા ઘૂસી જતા એક મહિલા એક બાળક અને એક ફોરેસ્ટના કર્મચારીને ઈજાઓ થઈ છે. વન વિભાગ દ્વારા તથા ગીર ગઢડાના પોલીસ કર્મચારીઓએ સ્થળ પર દોડી આવીને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી છે.

3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
ગીરગઢડાના સુખનાથ ચોકમાં જ્યારે અચાનક દીપડા આવી જતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગીરગઢડાના સુખનાથ ચોક નજીક રહેણાંક મકાનમાંથી એક દીપડાને વનવિભાગ દ્વારા મૂર્છિત કરીને પાંજરે પુરાયો હતો. બીજા દીપડાને પકડવાની વન વિભાગની કવાયત શરૂ થઈ છે. ઈજાઓ પામનાર 3 લોકો પૈકી મહિલાને ગંભીર ઈજા‌ઓ હોવાથી ઉના સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. હજુ પણ ગીરગઢડાના ગ્રામજનો ભયના માહોલમાં જોવા મળી રહ્યા છે.

જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા
ગીરગઢડા આતંક મચાવનાર બીજો દીપડા પણ બાદમાં ભારે જહેમતે વન વિભાગે પાંજરે પુર્યો છે. વન વિભાગના જણાવ્યાં પ્રમાણે દીપડો અને દીપડીનું યુગલ છે. હાલ દીપડા દીપડીના યુગલને વનવિભાગ દ્વારા હુમલાખોર દીપડા અને દીપડીને પાંજરે પુરી. જસાધાર એનિમલ કેર સેન્ટર ખસેડાયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT