અમરેલીઃ ખેડૂત પર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો- Video
અમરેલીઃ અમરેલીમાં વન્ય પ્રાણીના માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સિંહ અને દીપડા માનવ પર હુમલા કર્યાની અનેક ઘટના સામે આવી ચુકી છે,…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીમાં વન્ય પ્રાણીના માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સિંહ અને દીપડા માનવ પર હુમલા કર્યાની અનેક ઘટના સામે આવી ચુકી છે, તો બીજી તરફ માનવ પણ વન્યજીવન માટે દરેક કલાકે, ક્ષણે કોઈને કોઈ રીતે જોખમ ઊભું કરી રહ્યો છે. આ દરમિયાન પ્રાણીના હુમલાની ઘટનાઓ અમરેલીના ખાંભા તાલુકામાં સામે આવી હતી. ખાંભા તાલુકાના ભાણીયા ખાતે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવ્યા પછી 5થી વધારે પાંજરા વન વિભાગ દ્વારા મુકવામાં આવ્યા હતા. જેમાં હવે એક દીપડો ઝડપાઈ ગયો હતો.
ખેડૂત સૂતા હતા ત્યારે દીપડો આવ્યો અને…
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા વસવાટ કરે છે. સામાન્ય રીતે દીપડા નાના બાળકો પર હુમલો કરતાં હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતું છેલ્લા ઘણા સમયથી દીપડાના પુખ્તો પર હુમલો કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાંભા તાલુકાના ભાણીયા ગમે 37 વર્ષીય ખેડૂત ધીરુભાઈ વાળા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ખેડૂત વાડીએ સૂતા હતા આ દરમિયાન દીપડાએ હુમલો કરી દીધો હતો. ખેડૂતને લોહી લુહાણ હાલતમાં ખાંભા બાદ અમરેલીમાં સારવાર અર્થ મોકલવામાં આવ્યા હતા. જે ઉપરાંત જીલુભાઈ ડાહ્યાભાઈ સોલંકી નામના વ્યક્તિ પર પણ પાંચ દિવસ પહેલા દીપડાએ હુમલો કર્યો હતો.
વલસાડઃ મામલતદારના મનમાં ફૂટ્યા 5 લાખ કમાઈ લેવાના લાડુ, પણ થઈ ગયો કચરો
ખેડૂતો પર થયેલા હુમલાઓને પગલે વન વિભાગને જાણકારી મળી હતી. વન વિભાગ દ્વારા અહીં દીપડાને પકડવા માટે 5થી વધારે પાંજરા મુકી દેવાયા હતા. મંગળવારે બપોરે દીપડો આ પાંજરામાં પકડાઈ ગયો હતો. જે પછી આટલા દિવસથી સતત જીવ અદ્ધર લઈને ફરતા ગ્રામજનોએ હાંશકારો અનુભવ્યો હતો.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT