પત્નીને એકલી હૉટલમાં મુકીને પતિ મોબાઈલ અને ડોક્યુમેન્ટ સાથે થયો ફરાર, પછી થઈ જોવા જેવી..!
સુરત: રાજ્યમાં પતિ પત્નીના ઝગડમાં અજીબ ગતનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં પતિ પત્નીના ઝગડા બાદ પતિ તેમની પત્નીને લઈ સાપુતારા ફરવા લઈ ગયો.…
ADVERTISEMENT

સુરત: રાજ્યમાં પતિ પત્નીના ઝગડમાં અજીબ ગતનાઓ સામે આવી રહી છે. ત્યારે સુરતમાં પતિ પત્નીના ઝગડા બાદ પતિ તેમની પત્નીને લઈ સાપુતારા ફરવા લઈ ગયો. ત્યારે સાપુતારામાં રહેવા માટે હોટલ પણ રાખી. જોકે પતિએ પત્નીને હોટલમાં એકલી મૂકી અને મોબાઈલ તથા જરુરી ડોક્યુમેન્ટ લઈ ફરાર થઈ ગયો. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
એક તરફ રાજ્યમાં સ્ત્રી પરના અત્યાચારના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે. સુરતમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્નીના ઝગડા બાદ બંને સાપુતારા ફરવા પહોંચ્યા. સાપુતારામાં રોકવા માટે હોટલ પણ બુક કરી અને હોટલ પર જઈ પતિ પોતાની પત્નીને એકલી મૂકી અને ડોક્યુમેન્ટ સાહિતીની જરુંરી વસ્તુ લઈ ફરાર થઈ ગયો. પત્નીને હેરાન કરવું પતિને ભારે પડ્યું અને મામલો પોલીસ મથકે પહોંચ્યો.
પત્નીને હેરાન કરવા મોબાઈલ પણ લઈ ગયો
યુવક પોતાની પત્ની મુશ્કેલીમાં મૂકાય તે માટે હોટલ માંથી ફરાર થતી વખતે મોબાઇલ અને ડોક્યુમેન્ટ પણ લઈ ગયો હતો.જો કે બાદમાં પત્નીએ સંબંધીનો સંપર્ક કરી તેમની મદદથી હોટલનું બિલ ચૂકવી સુરત પહોંચી હતી.
ADVERTISEMENT
પોલીસ પતિ અને સસરાની કરી ધરપકડ
સુરત પહોંચ્યા બાદ પત્નીએ પોતાના પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના પગલે રાંદેર પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT