મેહુલ બોઘરાના સમર્થનમાં વકીલોએ પોલીસ અને તેના સમર્થકોને મારવા લીધા અને…
સુરત : હાલ ગુજરાતમાં માત્ર એક જ વાત ચાલી રહી છે અને તે છે મેહુલ બોઘરા. હાલમાં જ સુરતમાં મેહુલ બોઘરા પર પોલીસ અને ટીઆરબી…
ADVERTISEMENT
સુરત : હાલ ગુજરાતમાં માત્ર એક જ વાત ચાલી રહી છે અને તે છે મેહુલ બોઘરા. હાલમાં જ સુરતમાં મેહુલ બોઘરા પર પોલીસ અને ટીઆરબી દ્વારા કરવામાં આવેલા હૂમલા બાદથી રાજકારણમાં પણ હાલ મેહુલ બોઘરા ચર્ચાનો વિષય છે. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ તમામ લોકો મેહુલ બોઘરાની પડખે ઉભા છે. આ ઉપરાંત મેહુલ બોઘરા પોતે પણ એક વકીલ હતો જેના કારણે સમગ્ર વકીલ કોમ્યુનિટી પણ તેની પડખે ઉભી છે.
સાજન ભરવાડની પડખે તેનો સમાજ ઉભો છે
આ ઉપરાંત તેના પર હુમલો કરનારા વ્યક્તિ સાજન ભરવાડ પણ હવે તેની પડખે તેનો સમાજ ઉભો રહી ગયો છે. જેના કારણે હાલ તડા પડી ચુક્યાં છે. કોર્ટમાં જ્યારે સાજન ભરવાડને હાજર કરવામાં આવ્યો ત્યારે મેહુલ બોઘરાના સમર્થકો અને વકીલોએ સાજન ભરવાડની હાય હાયના નારા લગાવ્યા હતા. તો બીજી તરફ સાજન ભરવાડના સમર્થકો પણ સાજન ભરવાડ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. જેના કારણે બંન્ને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું હતું.
બંન્ને પક્ષના સમર્થકો સામસામે ઉગ્ર બન્યા
બંન્ને પક્ષો વચ્ચે ઉગ્ર વાતાવરણ એટલુ બન્યું કે એક સમયે તો ઝપાઝપી સુધી મામલો પહોંચ્યો હતો. જો કે પોલીસે મામલો થાળે પાડ્યો હતો. બંન્ને પક્ષના સમર્થકોને જુદા પાડ્યા હતા. જો કે કોર્ટ પરિસરમાં કોઇ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. વકીલો અને ભરવાડના સમર્થકો એકબીજાની સામસામે આવી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT