લોરેન્સ બિશ્નોઇના 14 દિવસના રિમાન્ડ મંજૂર: ગુજરાતમાં મંગાવ્યું હતું 195 કરોડનું ડ્રગ્સ

ADVERTISEMENT

lawrence bishnoi Gujarat ATS
lawrence bishnoi Gujarat ATS
social share
google news

ભુજ : ગુજરાત એટીએસ દ્વારા આજે લોરેસન્સ બિશ્નોઇને ભુજની કોર્ટમાં એનડીપીસી એક્ટ હેઠળ રજુ કરવામાં આવ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સોમવારે ગુજરાત એટીએસની માંગને મંજૂર રાખી હતી. પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત એટીએસની માંગ પર વિચાર કર્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ટ્રાંઝિટ કસ્ટડી આપી હતી. આ અગાઉ ગુજરાત ATS દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કસ્ટડીની માંગ કરવામાં આવી હતી.

કરોડોની હેરોઇનની ખેપથી પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા 2022 માં મોટા પ્રમાણમાં હેરોઇનના ખેપ મળી આવી હતી. સાથે જ 6 લોકોને ડ્રગ્સ તસ્કરી મામલે ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ગુજરાત એટીએસને ડ્રગ્સના આ કેસમાં પાકિસ્તાની કનેક્શનના પુરાવા પણ મળ્યા હતા. આ મામલે ગુજરાત પોલીસ લોરેન્સની પુછપરછ ઇચ્છતી હતી. જો કે તે બહારના રાજ્યની જેલમાં હોવાથી તેની વિરુદ્ધ કાર્યવાહી અને પુછપરછ માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અજી દાખલ કરીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની કસ્ટડીની માંગ કરી હતી.

ડ્રગ્સના તસ્કરો પાકિસ્તાનના પરંતુ ઓર્ડર બિશ્નોઇનો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, એટીએસ પોલીસ દ્વારા ડ્રગ્સની તસ્કરી સાથે પકડી પાડવામાં આવેલા પાકિસ્તાની નાગરિકો મોહમ્મદ શફી, ઇમરાન સિંધી, મોહસીન સિંધી, જહુર અહેમદ કાઠીયાવાડી, મોહમ્મદ સોહેલ સિંધી, કામરાન સિંધી નામના શખ્સો પાકિસ્તાનના બલુચિસ્તાનના પશના દરિયાકિનારેથી પરમિટ વગર જ ડ્રગ્સનો 38 કિલોનો જથ્થો લઇને રવાના થયા હતા. જેની કિંમત 194,97,00,000 થાય છે. તેઓ ભારતીય જળ સીમામાંથી 14-09-2022 ના રોજ ઝડપાયા હતા. તેમની પાસે રહેલી બોટ અલ તયાસામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો હતો.

ADVERTISEMENT

આરોપીઓએ પાકિસ્તાની વેપારીઓના નામ પણ કબુલ્યા
જો કે ગુજરાત એટીએસ દ્વારા ઉંડી તપાસ કરતા સામે આવ્યું કે, આ તમામ આરોપીઓ માત્ર ડિલીવરી કરવા માટે આવ્યા હતા. ડ્રગ્સનો જથ્થો લોરેન્સ બિશ્નોઇએ પાકિસ્તાનના અબ્દુલ્લા અને જમીલ નામના વ્યક્તિઓ પાસેથી આ જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો ચાર માણસો પાકિસ્તાનના બલુચિસ્તાનના પસનીના દરિયા કિનારેથી ફાઇબરની સ્પીડ બોટ દ્વારા અલ તયાસા નામની બોટમાં લાદવામાં આવ્યો હતો. આ માલની ડિલીવરી જખૌના દરિયામાં જુમ્મા નામની કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. જો કે આટલા મોટા પ્રમાણમાં હેરોઇન ઝડપાતા પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું.

ગેંગ્સ્ટર લોરેન્ન બિશ્નોઇના 14 દિવસની ન્યાયીક હિરાસર ગુજરાતની નાલિકા કોર્ટે મંજૂરી આપી દીધી છે. ગુજરાત એટીએસની તપાસમાં થઇ શકે છે મહત્વના ખુલાસા. ગુજરાત એટીએસને લોરેન્સ બિશ્નોઇને ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા બાદ આજે ગુજરાતની નલિયા કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. કોર્ટમાં ગુજરાત એટીએસએ 14 દિવસની કસ્ટડી માંગી હતી.સાથે એક નાઇજિરિયન મહિલાનું નામ પણ સામે આવ્યું છે જેની તપાસ જરૂરી છે. પાકિસ્તાનમાં હેન્ડલરના સંપર્કમાં પણ લોરેન્સ હતો તે તમામ તથ્યોની તપાસ માટે 14 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે.

ADVERTISEMENT

લોરેન્સ બિશ્નોઇના વકીલે દલીલ આપી કે, બિશ્નોઇની સુરક્ષા NIA દ્વારા અપાયેલા દિશાનિર્દેશ અનુસાર થવી જોઇએ. એટીએસ દ્વારા પણ તેના જવાબમાં કહેવાયું કે, એનઆઇએની ગાઇડ લાઇન અનુસાર જ પુછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત તેની સુરક્ષામાં પણ ચેતક કમાન્ડો સહિતની લોકલ પોલીસ તહેનાત કરવામાં આવી છે.

ADVERTISEMENT

(વિથ ઇનપુટ: કૌશિક કાઠેચા)

    follow whatsapp

    ADVERTISEMENT