સુરતની લેડી ડોન ભૂરીની ગેંગમાં જ ગેંગવૉર, એક સાથીદારની હત્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતની લેડી ડોન ભૂરીની ગેંગ ફરીથી ચર્ચામાં આવી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કમલ પાર્ક સોસાયટી પાસે લેડી ડોન ભુરીની ગેંગના સાગરિત રાહુલ બોદાની સોમવાર મોડીરાત્રે તેના જ સાથીદાર કલ્પેશે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. રાહુલ બોદા અને તેના મિત્રો કલ્પેશ સાથે થયેલ અઠવાડિયા પહેલા ઝગડાના સમાધાન તેના ઘરે ગયા હતા.સમાધાન પેટે ભેગા થયેલા ભૂરી ગેંગના સદસ્યો વચ્ચે ઝગડો શરૂ થઈ ગયો હતો ત્યારે જ કલ્પેશ એ રાહુલ પાસેથી ચપ્પુ આંચકી તેની જ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ હત્યાની ઘટનામાં આરોપીની કલ્પેશની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ હતી અને મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

માતાનું મોત છતા બહાદુર દિકરી પરીક્ષા આપવા પહોંચી, અધિકારીના જડ વલણના કારણે માતાના અગ્નિ સંસ્કારમાં

હાથમાંથી ચપ્પુ આંચકી ચપ્પુના ઘા માર્યા
સુરત શહેરના વરાછા વિસ્તારની કમલપાર્ક સોસાયટીમાં રહેતો કલ્પેશ દામોદરા અને રાહુલ બોદા 6 દિવસ પહેલા દમણ ગયા હતા. જ્યાં બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને રાત્રે રાહુલ બોદા તેના મિત્રો સાથે કલ્પેશના ઘરે તેની હત્યાના ઈરાદે પહોંચ્યા હતા. તેઓ કલ્પેશ પર ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કરતા હતા. તે સમયે કલ્પેશે રાહુલ બોદાના હાથમાંથી ચપ્પુ આંચકી તેને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા અને તેનું ઢીમ ઢાળી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસે હત્યા કરનાર આરોપી કલ્પેશની ધરપકડ કરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT