ખેડૂતો માટે 72 કલાક મુશ્કેલી ભર્યાઃ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીનું ટેન્શન ઊભું

ADVERTISEMENT

rain fall
rain fall
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આગામી સમયમાં ખેડૂતો માટે કપરો સમય આવવા જઈ રહ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે આગામી 72 કલાક ખેડૂતો માટે ચિંતા ભર્યો સમય લઈને આવી રહ્યા છે. 14મીથી 16મી માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓ આ સવાલથી જબ્બર સલવાયાઃ ‘બેફામ’ની કવિતા પર પોતાનું નામ લખાતા કવિએ શું કહ્યું

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો દ્વારા આગામી 14 માર્ચ, 15 માર્ચ અને 16 માર્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે ડાંગ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો પણ છે. રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેની સાથો સાથ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા છે. ત્યારે હવે રાજ્યના અન્નદાતાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે.

ડાંગમાં આજે થયેલા વરસાદનો વીડિયો

ADVERTISEMENT

વાપી GIDCમાં ધડાધડ બ્લાસ્ટ સાથે આગ લાગતા ભયનો માહોલઃ Video

24 કલાકમાં તોફાનની પવન અને વરસાદની શક્યતા
આગામી 24 કલાકમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિલોમીટરની ગતિના તોફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ફરીવાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં 14 માર્ચથી લઈને 16 માર્ચની વચ્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. ગાજવીજ અને ભારે પવન સાથે ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે 13 માર્ચના સુરત, બારડોલી, વડોદરા અને ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેથી ઉનાળાની શરૂઆતની સાથે જ ચોમાસા જેવો માહોલ બની ગયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. તો કમોસમી વરસાદની આગાહીનાં પગલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની મોટા ભાગની એપીએમસી દ્વારા હરાજી બંધ રાખવામાં આવી છે. જેથી ખેડૂતોનો પાક વરસાદમાં ભીનો ન થાય. જો કે 13 અને 14 માર્ચના રાજ્યના કેટલા વિસ્તારમાં વરસાદ થયો છે. અને આગામી 24 કલાક દરમિયા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાનો શરૂ થતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. તો બીજી બાજુ કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

(ઈનપુટઃ રોનક જાની, ડાંગ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT